કેન્દ્રીય કર્મચારીઓ: કેન્દ્ર સરકાર હેઠળ આવનાક ગ્રુપ બી અને ગ્રુપ સી માં આવનાર નોન-ગેઝેટેડ કર્મચારીઓ ને પણ બોનસ મળે છે. તેના ઉપરાંત એડહોક બોનસ નો ફાયદો કેન્દ્રીય અર્ધસૈનિક બળના કર્મચારીઓને પણ આપવામાં આવે છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી દીધી છે. દિવાળી પહેલા આ સરકારની તરફથી કેન્દ્રીય કર્મચારીઓને એક મોટી ભેટ છે. નાણાકીય મંત્રાલયે મંગળવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ૨૦૨૨ – ૨૩ માટે આ બોનસની ગણતરી માટે વધારે સીમા ૭,૦૦૦ રૂપિયા નક્કી કરી છે.
દિવાળી પહેલા પીએમ મોદીના નેતૃત્વ વાળી સરકારે કેન્દ્રીય કર્મચારીઓની દિવાળીને રોશન કરવાની તૈયારી કરી લીધી છે ત્યાં જ બીજી એક મોટી જાહેરાત આજે બુધવારે સરકારની તરફથી કરવામાં આવી શકે છે, સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને મોટુ એલાન કરી શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ૪ % સુધીનો વધારો જોવા મળી શકે છે.