ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં બોલતાં અમેરિકી પ્રેસિડન્ટ જો બાયડને એવું કહ્યું કે મને લાગે છે કે ગાઝાની હોસ્પિટલ પરનો હુમલો ઈઝરાયલે નહીં બીજી પાર્ટીએ કરાવ્યો છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની વચ્ચે અમેરિકી પ્રેસિડન્ટ જો બાયડન બુધવારે ઈઝરાયલ પહોંચ્યાં હતા. પરંતુ તેમની મુલાકાતે પૂર્વે ગાઝાની એક હોસ્પિટલ પર થયેલા મિસાઈલ એટેકમાં ૫૦૦ થી વધુ લોકો માર્યાં ગયા હતા પરંતુ હજુ સુધી નક્કી નહોતું કે આ હુમલો કોણે કરાવ્યો, બન્ને પક્ષો એકબીજા પર હુમલાનો આરોપ લગાવી રહ્યાં છે પરંતુ હવે અમેરિકી પ્રેસિડન્ટ જો બાયડને તેનો ખુલાસો કર્યો છે. રાજધાની તેલ અવીવમાં નેતન્યાહૂને મળ્યાં બાદ બોલતાં બાયડને કહ્યું કે “ગાઝામાં ગઈકાલે હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટથી હું ખૂબ જ દુઃખી અને ગુસ્સામાં છું. મેં જે જોયું છે તેના આધારે, એવું લાગે છે કે તે ઇઝરાઇલ દ્વારા નહીં પણ બીજી ટીમે હુમલો કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરંતુ ત્યાં ઘણા બધા લોકો છે જેમને તેના વિશે ખાતરી નથી.
બાયડને પીએમ બેન્જામિન નેતન્યાહૂને કહ્યું હતું કે તેઓ એક સામાન્ય કારણોસર ઈઝરાઇલ આવ્યા છે. “હું ઇચ્છું છું કે ઇઝરાયલીઓ અને વિશ્વભરના લોકો જાણે કે અમેરિકા કોના માટે ઊભું છે. બાયડને કહ્યું કે હમાસ દ્વારા માર્યા ગયેલા લોકોમાં ૩૩ અમેરિકનોનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, હમાસ તમામ પેલેસ્ટાઇનના લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી અને તેમના માટે ફક્ત દુ:ખ લાવ્યું છે.” તેમનું કહેવું છે કે અમેરિકા એ સુનિશ્ચિત કરશે કે ઈઝરાયલ પાસે પોતાનો બચાવ કરવા માટે જે જરુરી હોય તે બધું જ હોય.