અમેરિકાનો મોટો નિર્ણય, ઈરાનને લઈ નવા પ્રતિબંધો લાદ્યા

બિડેન વહીવટીતંત્રે બુધવારે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને નિશાન બનાવીને નવા પ્રતિબંધો લાદ્યા.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈરાન હમાસને સમર્થન આપી રહ્યું છે. એટલું જ નહીં દુશ્મન દેશ ઈઝરાયેલ વિરુદ્ધ લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહને પણ સમર્થન આપી રહ્યું છે. આ જ હિઝબુલ્લા ઇઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. ઈરાને તો ઈઝરાયલને ધમકી આપી હતી કે, જો તે ગાઝા પટ્ટી પર કબજો કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઈરાન દ્વારા તેના મિત્ર દેશ ઈઝરાયેલ સામેના આ દાવપેચને લઈને અમેરિકાએ ઈરાનની પાંખો ફાડી નાખી છે. અમેરિકાએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને મોટો ફટકો આપ્યો છે અને પ્રતિબંધો લાદ્યા છે.

બિડેન વહીવટીતંત્રે બુધવારે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને નિશાન બનાવીને નવા પ્રતિબંધો લાદ્યા હતા. યુ.એસ.એ બુધવારે ઈરાન, હોંગકોંગ, ચીન અને વેનેઝુએલામાં સ્થિત લોકો અને કંપનીઓ પર ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને સક્ષમ કરવા માટે નવા પ્રતિબંધો લાદ્યા છે, તેમ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું. ટ્રેઝરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રતિબંધો એવા વ્યક્તિઓને નિશાન બનાવે છે જેમણે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને ઈરાનના સંરક્ષણ મંત્રાલયને મિસાઈલ અને ડ્રોન બનાવવામાં મદદ કરી હતી.

અમેરિકા દ્વારા ઈરાન પર લગાવવામાં આવેલા નવા પ્રતિબંધો એવા સમયે આવ્યા છે જ્યારે ૨૦૧૫ થી ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ પર યુએનના પ્રતિબંધોની મુદત પૂરી થઈ ગઈ છે. ઈરાન પર આ પ્રતિબંધો એવા સમયે લગાવવામાં આવ્યા છે જ્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. હકીકતમાં ઈરાને છેલ્લા 8 વર્ષમાં પરમાણુ કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. જર્મની, ફ્રાન્સ, યુકે અને યુએસએ જણાવ્યું હતું કે, તેઓ યુએનના પ્રતિબંધો સમાપ્ત થયા હોવા છતાં તેમના પોતાના રાષ્ટ્રીય પ્રતિબંધો દ્વારા ઈરાનના મિસાઈલ પ્રોગ્રામમાં સમાન અવરોધો લાદશે.
આ તરફ ઈરાન  સમર્થિત હિઝબુલ્લાહ પર સતત હુમલા કરી રહ્યું છે. કારણ કે હિઝબુલ્લાહ પણ લેબનોનથી ઇઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. ક્યારેક એન્ટી ટેન્ક મિસાઈલથી તો ક્યારેક રોકેટથી હુમલા કરવામાં આવી રહ્યા છે. હિઝબુલ્લાહે બુધવારે પણ હુમલા કર્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે હિઝબુલ્લાહને તેની જ ભાષામાં જવાબ આપ્યો અને તેના લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો. ઇઝરાયેલી આર્મી IDF અનુસાર છેલ્લા કેટલાક કલાકોમાં ઇઝરાયેલી સેનાએ લેબનોન બોર્ડર પર હિઝબુલ્લાના સ્થાનો પર તે જ જગ્યાએ હુમલો કર્યો જ્યાંથી ટેન્ક વિરોધી મિસાઇલો છોડવામાં આવી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *