જો બાયડને કહ્યું કે, હમાસ અને રશિયા બંને લોકતંત્રને નષ્ટ કરવા પર તત્પર છે. તેમણે કહ્યું કે, તેઓ શુક્રવારે કોંગ્રેસને યુક્રેન અને ઈઝરાયલને મદદ કરવા માટે જંગી ભંડોળ મંજૂર કરવા ભલામણ કરશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર મોટો હુમલો કર્યો છે. વાત જાણે એમ છે કે, જો બાયડને કહ્યું કે, હમાસ અને રશિયા બંને લોકતંત્રને નષ્ટ કરવા પર તત્પર છે. તેમણે કહ્યું કે, તેઓ શુક્રવારે કોંગ્રેસને યુક્રેન અને ઈઝરાયલને મદદ કરવા માટે જંગી ભંડોળ મંજૂર કરવા ભલામણ કરશે. ઓવલ ઑફિસથી રાષ્ટ્રને સંબોધનમાં યુએસ પ્રમુખ જો બાયડને શુક્રવારે કહ્યું કે, હમાસ અને પુતિનનો આતંક અને અત્યાચાર અલગ-અલગ જોખમોનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તેઓ બંને પડોશી લોકશાહીને સંપૂર્ણપણે નષ્ટ કરવા માંગે છે. બાયડને કહ્યું કે, જો આંતરરાષ્ટ્રીય આક્રમણ ચાલુ રહેશે, તો સંઘર્ષ અને અરાજકતા વિશ્વના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે.
યુએસ પ્રમુખે યુક્રેન અને ઈઝરાયલને મદદ કરવા માટે મોટા પાયે ભંડોળની વાત કરતા કહ્યું કે, આ એક વૈશ્વિક નેતા તરીકે યુનાઈટેડ સ્ટેટ્સના ભવિષ્યમાં રોકાણ છે, જે ઘણી પેઢીઓ માટે અમેરિકન સુરક્ષાને લાભ આપશે. અમેરિકન નેતૃત્વ વિશ્વને એક સાથે રાખે છે. અમેરિકન મૂલ્યો આપણને એવા ભાગીદાર બનાવે છે જેની સાથે અન્ય દેશો કામ કરવા માંગે છે.
તેમની પ્રાથમિકતા તે અમેરિકનોની સુરક્ષા છે જેમને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ તરીકે મારા માટે અમેરિકન બંધકોની સુરક્ષા કરતાં કોઈ ઉચ્ચ પ્રાથમિકતા નથી. મેં ઇઝરાયેલમાં મજબૂત લોકોને ઊંડો આઘાત અને ઊંડી પીડામાં પણ જોયા છે. બાયડને ઉમેર્યું કે, મેં પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ અબ્બાસ સાથે પણ વાત કરી હતી અને પુનરોચ્ચાર કર્યો હતો કે, યુનાઇટેડ સ્ટેટ્સ પેલેસ્ટિનિયન લોકોના સ્વ-નિર્ણયના ગૌરવ અને અધિકાર માટે પ્રતિબદ્ધ છે. મને પેલેસ્ટાઇનમાં નાગરિકોના મૃત્યુથી પણ દુઃખ થયું છે. અમે દરેક નિર્દોષ જીવનના નુકસાન પર શોક વ્યક્ત કરીએ છીએ.