અમેરિકા H1B વિઝાને લઈને કરશે ફેરફાર

અમેરિકામાં H1B વિઝાને લઈને મહત્વના સમાચારઃ અમેરિકાની બાયડેન ગર્વમેન્ટ એમ્પ્લોયરને ધ્યાન લઈને કરી શકે છે નવા ફેરફાર, વિઝા માટે જે વ્યક્તિ એલિજિબલ હશે તેને ફાયદો થશે.

ભારતીય પ્રોફેશનલ્સમાં ખૂબ જ લોકપ્રિય H1B વિઝા પ્રોગ્રામમાં અમેરિકા ફેરફાર કરવા જઈ રહ્યું છે. અમેરિકાની બાયડેન ગર્વમેન્ટે આ અંગે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેનો હેતુ લાયકાતને તર્કસંગત બનાવીને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો, એફ-૧ વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને બિન-લાભકારી સંસ્થાઓ માટે કામ કરતા લોકોને વધુ લાભો અને સુગમતા પ્રદાન કરવાનો છે.

આગામી 23મી ઓક્ટોબરના રોજ ‘યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ’ દ્વારા ‘ફેડરલ રજિસ્ટર’માં પ્રકાશિત કરવામાં આવશે. સંસદ દ્વારા નિર્ધારિત ૬૦,૦૦૦ વિઝાની સંખ્યામાં ફેરફાર કર્યા વિના આ નિયમોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એટલે કે અહીં ૬૦ હજાર વિઝાની વાર્ષિક મર્યાદા તો રાખવાની જ છે પરંતુ આની સાથે જે એમ્પ્લોયર છે તેમને વધારે ફાયદો થાય અને ટેલેન્ટ જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈને ફેરફાર કરાઈ શકે છે. આનાથી ભારતીયોને પણ ચોક્કસપણે ફાયદો થઈ શકે છે. વિઝા માટે જે વ્યક્તિ એલિજિબલ હશે તેને ફાયદો થશે.

ફેરફારમાં F1 વિઝા ધારક સ્ટુડન્ટ્સ સરળતાથી H1B વિઝામાં અપગ્રેડ થઈ શકશે. એટલે કે F1 વિઝા ધારકો સરળતાથી H1B સ્વિચ કરી શકશે. જેનો ફાયદો અમેરિકામાં ભણતા ફોરેન સ્ટુડન્ટ્સને થશે. રિપોર્ટ્સ મુજબ સૂચિત નિયમોમાં એચ-1બી હેઠળ મળનારી છૂટનો લાભ નોન-ઈમિગ્રન્ટ સંસ્થાઓ અથવા સરકારી સંશોધન સંગઠનોને પણ આપવા વિચારણા ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *