ભારતે પેલેસ્ટાઇન માટે મોકલી રાહત સામગ્રી, ૩૮ ટન મેડિકલ અને આપત્તિ રાહત સામગ્રી લઈને ભારતીય વાયુ સેનાનું C-૭ વિમાન ઈજિપ્તમાં અલ-અરિશ એરપોર્ટ માટે થયું રવાના
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતે મદદનો હાથ લંબાવવામાં આગેવાની લીધી છે. જેમાં ભારતે યુદ્ધમાં અસરગ્રસ્ત ફિલિસ્તિનના લોકો માટે માનવીય સહાયતા મોકલવાની શરૂઆત કરી છે. વાસુસેનાનું વિમાન IAF C-૧૭ મિસ્રીથી અલ-અરિશ એરપોર્ટ માટે રવાના થયુ છે. જેમાં ભારતે ફિલિસ્તિનને માનવીય સહાયતા મોકલી છે. આ માનવીય સહાયતા માટે ભારતે ૬.૫ ટન આરોગ્યલક્ષી સહાયતા અને ૩૨ ટન આપત્તિ રાહત સામગ્રી મોકલી છે. ભારતે આરોગ્ય સહાયતામાં જીવન રક્ષક દવા, સર્જિકલ સામાન, તંબૂ, સ્લીપિંગ બૈગ, પાથરણા, સ્વચ્છતાની સુવિધાઓ, જળ શુદ્ધિકરણની દવાઓ સહિતની સામગ્રી મોકલી છે. માનવતાને ધ્યાને રાખી રાહત સામગ્રીમાં અન્ય આવશ્યક ચીજ-વસ્તુઓ પણ મોકલી છે.