ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ખાલી પદોની નિમણૂંકના એંધાણ,દિવાળી પહેલા બે મહામંત્રી અને પ્રદેશ મંત્રીના નામ થઈ શકે છે જાહેર.
દેશના પાંચ રાજ્યોમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે બાદ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે. લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીની તૈયારી પહેલા ભાજપમાં મેરેથોન બેઠક ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો પાર્ટીની અંદર ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ખાલી પદો ઝડપથી ભરાય તેવી સંભાવનાઓ છે.
દિવાળી પહેલા પ્રદેશ સંગઠનના બે મહામંત્રી અને પ્રદેશ મંત્રીના ખાલી પદો પર નિમણૂંક કરાય તેવી શક્યતાઓ છે. આપને જણાવી દઈએ તકે, ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની બોડીની અંદર બે મહામંત્રીઓ ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ આ પદ પર હજુ સુધી કોઈની નિમણૂંક કરવામાં નથી. જ્યારે પ્રદેશ ભાજપના મંત્રી પદેથી પંકજ ચૌધરીએ રાજીનામું હતું. જેથી પ્રદેશ ભાજપ મંત્રીનું પદ પણ ખાલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે ભાજપ હાઈકમાન્ડ ટૂંક સમયમાં એટલે કે દિવાળી પહેલા જ ખાલી પદો પર નિમણૂંક કરી શકે છે.