રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટ એટેક આવ્યો છે. ટેલિગ્રામ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેઓ બેડરૂમમાં જમીન પર નીચે પડેલા જોવા મળ્યા, તેમની તબિયત હાલ કેવી છે, તેને લઈને પણ માહિતી સામે આવી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેઓ તેમના બેડરૂમમાં જમીન પર નીચે પડેલા મળી આવ્યા. આ દાવો ક્રેમલિનના એક આંતરિક સૂત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ટેલિગ્રામ ચેનલની પોસ્ટમાં કરવામાં આવ્યો છે. ટેલિગ્રામ ચેનલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સુરક્ષાગાર્ડોએ તેમને તેમના રૂમના ફ્લોર પર પડેલા જોયા. જોકે, તાત્કાલિક તેમની સારવાર કરવામાં આવી હતી, ત્યારબાદ તેમની તબિયતમાં થોડો સુધારો થયો છે.
વ્લાદિમીર પુતિનના બેડરૂમની બહાર તૈનાત સુરક્ષા ગાર્ડ્સને અંદરથી જોરથી નીચે પડવાનો અવાજ સંભળાયો. આ પછી તેઓએ અંદર જઈને જોયું તે પુતિન નીચે જમીન પર પડેલા હતા. જે બાદ તાત્કાલિક જ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા અને તેમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.