કંગના ૫૦ વર્ષના ઈતિહાસમાં રાવણ દહન કરનારી પ્રથમ મહિલા બની ગઈ.
બોલીવુડ ક્વીન કંગના રનૌતે પોતાની ફિલ્મ ‘તેજસ’ના રિલીઝ પહેલા એક મોટો ઈતિહાસ રચી દીધો છે એક્ટ્રેસે દિલ્હીના પ્રસિદ્ધ લવ કુશ રામલીલામાં રાવણ દહન કર્યું છે. કંગના ૫૦ વર્ષના ઈતિહાસમાં રાવણ દહન કરનારી પ્રથમ મહિલા બની ગઈ છે. જોકે, પોતાની એક મોટી ભૂલના કારણે તેને સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
મંગળવારે દિલ્હીમાં આયોજિત લવ કુશ રામલીલામાં રાવણ દહન માટે બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. એકટ્રેસનો રાવણનો વધ કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે બાણ ચલાવતી નજર આવી રહી છે. જોકે, આ દરમિયાન તે ત્રણ નિશાન ચૂકી જાય છે. વીડિયોમાં કંગના જય શ્રી રામના નારા લગાવતા બાણ પકડતી નજર આવી રહી છે. તે ત્રણ વાર તીર ફેંકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે ત્રણેય વખત નિષ્ફળ રહે છે. ત્યારબાદ કમિટિનો એક સભ્ય તેને તીર ચલાવવામાં મદદ કરે છે અને રાવણનું દહન કરે છે.