૨૮ ઓક્ટોબરે પૂનમના દિવસે પાવાગઢ મંદિર બપોર બાદ બંધ રહેશે

ચંદ્રગ્રહણ ને પગલે ૨૮ ઓક્ટોબરે પૂનમના દિવસે પાવાગઢ મંદિર બપોર બાદ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

તા. ૨૮ ના રોજ ચંદ્રગ્રહણ હોય જેને લઈને જગપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર બંધ રાખવા અને દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયના બદલાવ કરવા અગાઉ નિર્ણય લવાયા બાદ હવે પાવાગઢ મંદિર પણ ૨૮ ઓકટોબરને પુનમના દિવસે બપોર બાદ બંધ રાખવા નક્કી કરાયું છે. ગ્રહણ હોવાથી બપોરે ૦૨:૩૦ વાગ્યા પછી મંદિર બંધ રહેશે અને આ ગ્રહણ સંપન્ન થયા બાદ નિયત વિધિ વિધાનો કર્યા બાદ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે.

૨૯ ઓક્ટોબરે સવારે ૦૮:૩૦ કલાકે મંદિરના દ્વાર ખુલશે. પરિણામે સવારે ૦૮:૩૦ બાદ ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે. તેવું સત્તાવાર રીતે સામે આવ્યું છે. આથી શરદપૂનમના દિવસે પાવાગઢ જનારા ભક્તોએ આ નિર્ણયને ધ્યાનમાં રાખીને દર્શને જવા આયોજન કરવા અનુરોધ કરાયો છે.ઓક્ટોબર મહિનો ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિનામાં વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ લાગશે અન હવે 28 ઓક્ટોબરે મધરાત્રીએ વર્ષનું બીજુ અને છેલ્લુ ચંદ્ર ગ્રહણ લાગશે. ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *