પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત આવશે ગુજરાતના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ દરમિયાન મહેસાણામાં રૂ.૪૭૭૮ કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં અવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના મહેમાન બની રહ્યા છે. મહેસાણામાં ૩૦ ઓક્ટોબરે પીએમ મોદીની સભાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રૂ.૪૭૭૮  કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થાય તેવું પ્રદેશ મહામંત્રી રજની પટેલે નિવેદન આપી જણાવ્યું હતુ.મહેસાણામાં ૩૦ ઓક્ટોમ્બરના રોજ પીએમની સભા યોજાશે. જેમાં પીએમ મોદી મહેસાણા, પાટણ,  બનાસકાંઠાને સંયુક્ત સભાને સંબોધશે કરશે. વડાપ્રધાન મુલાકાતે આવી રહ્યા હોવાથી ભાજપ કાર્યકરો-આગેવાનોમાં આનોખી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત માદરે વતન આવી રહ્યા છે. ૩૦ ઓક્ટોબરના રોજ તેઓ ખેરાલુના ડભોડા ખાતે જંગી સભાનં સંબોધન કરશે. ડભોઇ હાલ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું હોવાથી પ્રધાનમંત્રી મહેસાણા જિલ્લાની મુલાકાત લઈ ૪૭૭૮ કરોડના વિકાસ કામોના શ્રી ગણેશ કરશે. મહેસાણા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *