અફઘાનિસ્તાનમાં મધ્યરાત્રિ દરમિયાન ભૂકંપ

ઓક્ટોબરમાં અફઘાનિસ્તાનમાં આવેલા સતત ભૂકંપમાં ૪૦૦૦ થી વધુના મોત, લાખો લોકો બેઘર થયાના પણ અહેવાલ, શહેર કાટમાળમાં ફેરવાયા.

ચાલુ મહિને જાણે અફઘાનિસ્તાનથી જાણે કુદરત નારાજ હોય તેમ એક પછી એક અનેકવાર ભૂંકપ આવી ચૂક્યા છે. તાજેતરની માહિતી અનુસાર મધ્યરાત્રિ દરમિયાન અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે તેની તીવ્રતા ૪.૩ મપાઈ હતી. લોકોમાં ફરી ભયનો માહોલ ફેલાયો છે.

ઓક્ટોબરની શરૂઆતમાં જ અફઘાનિસ્તાનમાં એક પછી એક આવેલા અનેક ભૂકંપના આંચકાને પગલે મોટી જાનહાનિ થઈ હતી અને આશરે ૪૦૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવી દીધા હતા. આ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો બેઘર પણ થઈ ગયા હતા. આખે આખા શહેર કાટમાળમાં ફેરવાઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *