ઈઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ યથાવત્, નાગરિકોને ઘરે પરત લાવવાનો હરસંભવ પ્રયાસ કરવામાં આવશે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ યથાવત્ છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ હમાસ સાથેના સંઘર્ષને પોતાના અસ્તિત્વની લડાઈ ગણાવી. તેમણે જણાવ્યું કે, ‘અમારું લક્ષ્ય હમાસની સેના અને શાસનની ક્ષમતાઓને નષ્ટ કરીને સંપૂર્ણ ખાત્મો કરવાનું છે. એકવાર ફરી નાગરિકોને ઈઝરાયલની દક્ષિણી ગાઝા પટ્ટીને ખાલી કરવાનું કહ્યું. આશ્વાસન આપ્યું કે, તેઓ તમામ નાગરિકોને ઘરે પરત લાવવાનો હરસંભવ પ્રયત્ન કરશે. જેને હમાસમાં બંધક બનાવાયા છે. હમાસ પર સતત હુમલો કરી રહ્યા છે અને તે હુમલા દ્વારા હજારો આતંકીઓનો સફાયો પણ કરી ચૂક્યા છે. આ સાથે જમીની હુમલાની તૈયારી કરવામાં આવી રહી છે.’
પેલેસ્ટાઈન આતંકી સંગઠન હમાસે ૭ ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં અત્યાર સુધી ૬,૫૪૬ પેલેસ્ટાઈનના લોકોના મોત થયા છે અને ઈઝરાયલમાં ૧,૪૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઇઝરાયલ અને હમાસના સંઘર્ષ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા એન્ટોનિયો ગુટરેસે ગાઝાની મુલાકાત લીધી હતી અને માનવીય કાયદાના ઉલ્લંઘનનો હવાલો આપ્યો હતો. હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોના પરિજનોની પણ મુલાકાત કરી હતી અને ગાઝાના લોકોની સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.