કોર્ટે ગેંગસ્ટર મામલામાં અંસારીને દોષી કરાર કર્યા બાદ આજે કોર્ટે તેને ૧૦ વર્ષની સજા સંભળાવી છે. નિર્ણય બાદ મુખ્તારની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
માફિયા ડોન મુખ્તાર અંસારીને ગેંગસ્ટર મામલામાં MP-MLA કોર્ટે ૧૦ વર્ષની સજા સંભળાવી છે. આ સાથે જ તેના પર ૫ લાખનો ફાઈન પણ લગાડવામાં આવ્યો છે. મુખ્તારનાં સહયોગી સોનૂ યાદવને પણ ૫ વર્ષની સજા અને ૨ લાખનો ફાઈન ફટકારવામાં આવ્યો છે. જો કે મુખ્તારનાં વકીલ લિયાકતે કહ્યું કે આ કેસ મેંટેનેબલ નથી અમે હાઈકોર્ટમાં અપીલ કરશું અને આશા છે કે અમને ત્યાં ન્યાય મળશે.
કોર્ટનાં જજ અરવિંદ મિશ્રની કોર્ટે ગેંગસ્ટર મામલામાં અંસારીને ગઈકાલે દોષી કરાર કર્યો હતો. જ્યારે આજે કોર્ટે સજાનું એલાન કરતાં કહ્યું કે જજ આ નિર્ણયમાં મને કોઈ વાંધો નથી હું તો ૨૦૦૫ થી જેલમાં બંધ છું.
૧૯ એપ્રિલ ૨૦૦૯ નાં કપિલ દેવ સિંહ હત્યાકાંડ અને ૨૪ નવેમ્બર ૨૦૦૯ નાં મીર હસન અટેક કેસમાં મુખ્તાર અંસારીની સામે ગેંગસ્ટર કેસ નોંધવામાં આવ્યો હતો. આ કાંડનાં મુખ્ય કેસમાં અંસારીને કોર્ટ દ્વારા બેલ આપી દેવામાં આવી હતી. પોલીસે આ બંને મામલામાં મુખ્તાર અંસારીને ૧૨૦ બી અંતર્ગત કાવતરું રચવાનો આરોપી કરાર કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ આ આરોપ સાબિત નહોતી કરી શકી જેના કારણે બંને કેસોમાં કોર્ટે તેને મુક્ત કર્યો હતો. પણ હવે ગેંગસ્ટર એક્ટ અંતર્ગત કોર્ટે તેને દોષી કરાર કર્યો છે.