પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ૫૧ હજાર ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નવી નિમણૂંક પામેલા ૫૧ હજાર ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરશે.

આ રોજગાર મેળાઓ ૩૭ સ્થળોએ દેશભરમાં યોજાશે. આ નિમણૂંકો કેન્દ્રના સરકારી વિભાગો તેમજ રાજ્યસ્તર અને કેન્દ્રશાસિત પ્રદેશની જગ્યાઓના વિવિધ વિભાગો માટે થઈ રહી છે, જેમાં રેલવે, ગૃહ મંત્રાલય, પોસ્ટ, રેવન્યુ અને ઉચ્ચ શિક્ષણ મંત્રાલયના વિભાગોનો પણ નિમણૂંક માટે સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય વિકાસમાં યુવાનોને સહભાગી કરવા અને તેમના કૌશલ્યનો યોગ્ય ઉપયોગ કરી રાષ્ટ્ર સેવામાં તેમને જોડવાનો આ રોજગાર મેળાઓ થકી એક સજ્જડ પ્રયાસ છે. પ્રધાનમંત્રી રોજગાર મેળાઓને સૌથી વધુ પ્રાધન્ય આપી દેશમાં રોજગાર ઊભો કરવા માટેના તેમના મક્કમ નિર્ધાર તરફ આગળ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *