“જ્ઞાનસેતુ ગંગા મહાઅભિયાન” – લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨B૧ ૨૦૨૩-૨૪ દ્વારા શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો.
જેમાં ૬૫૧ પુસ્તકોનું વિતરણ વિધાર્થિઓને કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્વેસ્ટ ના ડાયરેક્ટર શ્રી રૂપાબેન શાહ દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય પ્રેરકબળ શ્રીમતી ભાવનાબેન ત્રિવેદી (જિલ્લા ગવર્નર) અને શાળાના પ્રમુખશ્રી ( ભૂતકાળના જિલ્લા ગવર્નર) શ્રી મુકેશભાઈ પટેલ તથા VDG શ્રી દક્ષેશભાઈ સોની હાજર રહ્યા હતા.શાળાનાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવામાં પારસમણી જવેલર્સ,એમપી ફાયનાન્સ અને શ્રી રુપબેનનું મહત્વ નું યોગદાન રહ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ સેટેલાઈટ ના પ્રમુખશ્રી કિશન શુક્લા,લાયન્સ ક્લબ ઓફ સરખેજ નાં પ્રમુખશ્રી ડૉ.ટીનાબેન જોષી હાજર રહ્યા હતા.શાળાના આચાર્ય શ્રી જગદીશભાઈ પટેલ તથા તેમના સ્ટાફનો સહકાર રહ્યો હતો.