ભારતમાં આજે મોડી રાત્રે દેખાશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

આ વર્ષ ચંદ્ર ગ્રહણ મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં લાગી રહ્યું છે.

આ ચંદ્રગ્રહણ આંશિક હશે. તો ચાલો જાણીએ સૂતક કાળ ક્યારે શરુ થશે અને આ સાથે જ કેટલી બાબતોનું ધ્યાન રાખવાથીલઈને રાશિઓ પર અસર.

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આજે લાગશે. આજે શરદ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમાના સંયોગની સાથે આ ગ્રહણ લાગશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ ચંદ્ર ગ્રહણ ખૂબ જ મહત્વનું છે. કારણ કે ભારતમાં પણ દેખાશે. જણાવી દઇએ કે આ વર્ષ ચંદ્ર ગ્રહણ મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં લાગી રહ્યું છે. આ ચંદ્રગ્રહણ આંશિક હશે. તો ચાલો જાણીએ સૂતક કાળ ક્યારે શરુ થશે અને આ સાથે જ કેટલી બાબતોનું ધ્યાન રાખવાથીલઈને રાશિઓ પર અસર.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય અને ચંદ્રમાના સૂતક કાળ આરંભ હોવાની અવધિ ખૂબ જ વિભિન્ન છે. જ્યાં સૂર્ય ગ્રહણ હોવાથી ૧૨ કલાક પહેલા સૂતક કાળ શરુ થઈ જાય છે. ચંદ્ર ગ્રહણ થયાના નવ કલાક પહેલા સૂતકકાળ શરુ થશે. એટલા માટે આ વર્ષે સૂતક કાળ સાંજે ૦૪:૦૫ વાગ્યે શરુ થશે.

ભારતીય સય અનુસાર વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ ૨૮ ઓક્ટોબર એટલે કે આજે રાત્રે ૧૧:૩૦ વાગ્યે શરુ થશે. જે મોડી રાત્રે ૦૨:૨૪ વાગ્યા સુધી રહેશે. ચંદ્રગ્રહણનો સ્પર્શકાળ રાત્રે ૦૧:૦૫ વાગ્યાથી મધ્યરાત્રી ૦૧:૪૪ વાગ્યા પર મોક્ષકાળ રાત્રે ૦૨:૨૪ વાગ્યાનો રહેશે.

ચંદ્રગ્રહણ ભારતમાં નજર આવશે. આ ઉપરાંત યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, નોર્થ અમેરિકા, ઉત્તર અને પૂર્વ દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક મહાસાગર હિન્દ મહાસાગર, એન્ટાર્ટિકા વગેરે દેશોમાં પણ નજર આવશે.

ચંદ્ર ગ્રહણ ૨૦૨૩, રાશિઓ ઉપર અસર

વર્ષનું છેલ્લું આંશિક ચંદ્ર ગ્રહણ મેષ રાશિમાં લાગશે. જ્યાં પહેલાથી જ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ વિરાજમાન છે. આવી સ્થિતિમાં ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ મિથુન, કર્ક, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે.

શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે ચંદ્ર ગ્રહણ આ સમય શુભ અને માંગલિક કામો કરવાની મનાઇ હોય છે. તેના દ્વારા કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. જાણીએ ચંદ્ર ગ્રહણ દરમિયાન શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ.

  • ચંદ્રગ્રહણના સ્પર્શ કાળથી શુ થવાથી લઇને ચંદ્રગ્રહણના મોક્ષકાળ સુધી સૂતક કાળ કહેવાય છે. આ દરમિયાન શુભ કામ કરવાની મનાઇ છે.
  • ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન ખાવું કે બનાવવાની મનાઇ હોય છે
  • ગ્રહણ કાળ સમયે કોઈપણ દેવી દેવતાની મૂર્તિનો સ્પર્શ ન કરવો જોઇએ
  • ગ્રહણના સમયે કોઇ મંદિરમાં ન જવું જોઇએ
  • ગ્રહણ સમયે તુલસીના છોડને બિલકુલ સ્પર્શ નકરવું જોઇએ
  • ગ્રહણ સમયે કોઈપણ પ્રકારની ધારદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, સોઇ, તલવારનો ઉપોયગ અથવા પાસે ન રાખવું જોઇએ. આનાથી નકારાત્મક ઉર્જા પેદા થાય છે.
  • ગર્ભવતી મહિલાઓને ચંદ્ર ગ્રહણ સમયે બહાર બિલકુલ ન નીકળવું જોઈએ.

ચંદ્રગ્રહણ દરમિયાન આ કામ ચોક્કસ કરવા

  • માનવામાં આવે છે કે સૂતક આરંભ થવાથી લઈને ચંદ્રગ્રહણ સમાપ્ત થવા સુધી ચંદ્ર ખૂબ જ પીડામાં રહે છે. એટલા માટે આ સમય દરમિયાન દેવી દેવતાના ભજન, ધ્યાન વગેરે કરવું શુભ રહે છે.
  • ચંદ્રના મંત્રો ઉપરાંત રાહુ કેતુના મંત્રોનો જાપ કરવો લાભકારી હોય છે
  • જો તમે નાણાંકિય સમસ્યાનો સામનો કરી રહ્યા છો અથવા શત્રુ તમારા પર હાવી છે તો ચંદ્રગ્રહણ દરમિયાન બજરંગબાણ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
  • ચંદ્રગ્રહણ દરમિયાન દુર્ગા ચાલીસા, વિષ્ણુ સહસ્રનામ, શ્રીમદભાગવત ગીતા, ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર, શ્રીરામ રક્ષા સ્તોત્ર વગેરેનો પાઠ કરવો શુભકારી થઇ શકે છે.
  • ચંદ્ર ગ્રહણના સમાપન દરમિયાન સ્નાન જરૂરી કરવું જોઈએ. ત્યારબાદ કાળા તલ, કાળા વસ્ત્ર, આખી અડદ, લોટ, દાળ, ચોખા, ખાંડ, સફેદ વસ્ત્ર, સાત પ્રકારના અનાજ વગેરે જરૂરિયાતમંદ લોકોને દાન કરવું.
  • ગ્રહણના સૂતક કાળ લાગ્યા પહેલા પાકેલું ભોજન, દૂધ, દહીં વગેરેમાં ડાભરો અથવા તુલસીનું પાન નાંખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *