૩૧ ઓક્ટોબર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ

આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે, જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. 

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે. આ દિવસને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે. ઉપરાંત આજે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને જવાહરલાલ નહેરુના પુત્રી ઇન્દિરા ગાંધીની પૃણ્યતિથિ છે. ઇન્દિરા ગાંધીની વર્ષ ૧૯૮૪ માં દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને તેમનાજ અંગરક્ષકો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

સરદાર વલ્લભભાઇ પટેલ ભારતના મહાન સ્વતંત્રતા સેનાની અને દેશના પ્રથમ ગૃહમંત્રી છે. તેમનો જન્મ ૧ ઓક્ટોબર, ૧૮૭૫ માં ગુજરાતના કરમસદ ગામમાં થયો હતો. બ્રિટિશ ગુલામીમાંથી સ્વતંત્રતા અપાવી ૫૦૦ થી વધારે રજવાડાના વિલિનીકરણ સાથે અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલનું અમૂલ્ય યોગદાન છે. આથી તેમના જન્મદિનને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. વર્ષ ૨૯૧૪ માં ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *