દિલ્હીની નવી લિકર પોલિસી કેસમાં ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારાતા સોંપો પડી ગયો છે.
નવી લિકર પોલિસી મામલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હીની નવી લિકર પોલિસી કેસમાં ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારાતા સોંપો પડી ગયો છે. આ અંગે ઊંડી તપાસ માટે ૨ નવેમ્બરે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને બોલાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જે માટે વધુ એક નોટીસ ફટકારાતા ચર્ચા જાગી છે. ખાસ વાત એ છે કે આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ધરપકડ કરાઈ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. અગાઉ ૧૬ એપ્રિલના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની નવ કલાક સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
કૌભાંડમાં ફેબ્રુઆરીથી તિહાડ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાને સુપ્રીમ કોર્ટમાંથી પણ આજે જામીન નથી મળ્યાં. જ્યારથી ધરપકડ થઈ ત્યાર પછી તેમણે અનેક વાર જામીન અરજી કરી છે પરંતુ એક પણ વાર તેમની અરજી ધ્યાનમાં નથી લેવામાં આવી આથી જામીનની આશાએ તેમણે સુપ્રીમનો સંપર્ક સાધ્યો અને ત્યાંથી પણ તેમને નિરાશા જ હાથ લાગી.