ભારતીય ટીમની શ્રીલંકા સામે ૩૦૨ રનથી ઐતિહાસિક જીત, સેમીફાઈનલમાં પહોંચી ભારતીય ટીમ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે ૮ વિકેટ ગુમાવીને ૩૫૭ રન કર્યા હતા, અને ૩૫૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
શ્રીલંકાની ટીમ ૫૫ રનથી ઓલઆઉટ થઈ હતી અને ભારતીય ટીમે ૩૦૨ રનથી ઐતિહાસિક જીત મેળવી હતી. આ વર્લ્ડ કપમાં ભારત ટીમની સતત ૭ મી જીત છે.
આ ઐતિહાસિક જીત સાતે ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. તો મેચમાં શુભમન ગિલે સૌથી વધુ ૯૨ રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ ૮૮ રન અને શ્રેયસ અય્યરે ૮૨ રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ ૫ અને મોહમ્મદ સિરાજે ૩ વિકેટ લીધી હતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકા સામેની શાનદાર જીત બદલ ભારતીય ટીમને અભિનંદન આપ્યા.