અમદાવાદના બોપલ વિસ્તારમાં નવા બની રહેલા ફ્લેટમાં એક મહિલા પર ચાર નરાધમ શખ્સોએ દુષ્કર્મ આચરી રૂપિયા એક લાખની લૂંટ ચલાવી.
રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી હોય તેવા અવાર નવાર કિસ્સાઓ સામે આવી રહી છે. પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે પણ બેફામ ક્રાઈમના બનાવો બની રહ્યાં છે. અમદાવાદના બોપલમાં લૂંટ વિથ ગેંગ રેપનો બનાવ સામે આવ્યો છે.