શેરબજારમાં તેજીને લીધે ટ્રેડ દરમિયાન BSEમાં લિસ્ટેડ સ્ટોક્સનાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં ૧.૮૨ લાખ કરોડ રૂપિયાનો ઊછાળો જોવા મળ્યો છે,
આજે શેર બજાર ઊછાળા સાથે બંધ થયું.
આજે શાનદાર ગ્લોબલ સંકેતોને લીધે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બેંકિંગ અને કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સ્ટોક્સમાં ખરીદીને લીધે બજારમાં વધારે તેજી જોવા મળી રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં આજે પણ ખરીદી થઈ. આજે ટ્રેડિંગનાં અંતમાં BSE સેંસેક્સ ૨૮૩ અંકોનાં ઊછાળા સાથે ૬૪,૩૬૪ અંકો પર ક્લોઝ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં ૯૮ અંકોની તેજી જોવા મળી. વધારા બાદ આ આંકડો ૧૯,૨૩૦ અંકો પર બંધ થયો છે.
ટ્રેડમાં તમામ સેક્ટર્સનાં શેર તેજી સાથે બંધ થયા હતા. કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટરનાં સ્ટોક્સમાં ભારે ખરીદી રહી. આ સિવાય બેંકિંગ, આઈટી, ઑટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈંફ્રા, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ સેક્ટરનાં શેરોમાં ખરીદી રહી. નિફ્ટી મિડ કેપ ઈંડેક્સ ૨૭૫ અંક તો નિફ્ટી સ્મોલ કેપ ૧૫૫ અંકોનાં ઊછાળા સાથે બંધ થયું. સેંસેક્સનાં ૩૦ શેરોમાં ૨૦ શેરમાં તેજી અને ૧૦ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીનાં ૫૦ શેરોમાંથી ૩૨ શેરો તેજી અને ૧૮ ઘટાડા સાથે બંધ થયાં.
આજનાં ટ્રેડમાં ટાઈટન ૨.૨૩ %, JSW સ્ટીલ ૧.૭૫%, ટાટા મોટર્સ ૧.૭૩%, ટેક મહિન્દ્રા ૧.૫૩%, ICICI બેંક ૧.૩૯%, ઈંફોસિસ ૧.૩૬% તેજી સાથે બંધ થયાં. જ્યારે બજાજ ફિનસર્વ ૨.૩૭%, ઈંડસઈંડ બેંક ૦.૭૮%, ટાટા સ્ટીલ ૦.૭૨%, નેસ્લે ૦.૫૩%, બજાજ ફાઈનેંસ ૦.૪૪%નાં ઘટાડા પર બંધ થયાં.