ઈસરો પ્રમુખ એસ.સોમનાથને કર્યો મોટો ખુલાસો

ઈસરો પ્રમુખ એસ.સોમનાથને લઈને મીડિયામાં કેટલીક રિપોર્ટસ આવી છે જેમાં તેમણે પૂર્વ ઈસરો ચીફ કે. સિવન પર તેમના પ્રમોશનમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાડ્યો છે. આ આરોપ તેમણે પોતાની ઑટોબાયોગ્રાફી નિલાવુ કુડિચા સિમ્હંલમાં નોંધ્યો છે.

ઈસરો નાં ચીફ એસ. સોમનાથને લઈને મીડિયા પાસે મોટી ખબર આવી છે.  આ ખબર દક્ષિણ ભારતનાં મીડિયા સંસ્થાનોમાં પ્રકાશિત થઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઈસરો પ્રમુખ ડો.એસ.સોમનાથ એ પૂર્વ ઈસરો ચીફ કે.શિવાન પર એક આરોપ લગાડ્યો છે. સોમનાથે કહ્યું કે સિવને તેમના ઈસરો પ્રમુખ બનવાની પ્રક્રિયામાં વિઘ્ન ઊભા કર્યાં હતાં. સિવન નહોતા ઈચ્છતાં કે સોમનાથ ઈસરોનાં પ્રમુખ બને. આ આરોપ સોમનાથે પોતાના જીવન આધારિત પુસ્તર નીલાવ કુડીચા સિંહંગલ માં લખ્યો છે.

સોમનાથને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મીડિયાને જણાવ્યું કે,” દરેક વ્યક્તિને કોઈપણ સંસ્થાનમાં સૌથી ઉચ્ચ પદ પર પહોંચવા માટે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક પડકારોને પાર કરવું પડે છે. એવી જ સમસ્યાઓ તેમની પણ સામે આવી છે. તેમણે કહ્યું કે મેં મારા જીવનમાં આવેલા પડકારો વિશે લખ્યું પણ છે. કોઈ પર વ્યક્તિગત ટિપ્પણી નથી કરી. એ કોઈ એક વ્યક્તિની વિરોધમાં નથી. કોઈપણ એક ઊંચા પદ માટે અનેક વ્યક્તિઓ લાયક હોય છે. હું બસ આ મુદા પર લખી રહ્યો હતો. મેં કોઈપર પણ વ્યક્તિગત ધોરણે નિશાન નથી સાધ્યું. “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *