આ હુમલાના કલાકો પહેલા, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ૧૭ સૈનિકો માર્યા ગયા હતા.
પાકિસ્તાનમાં છેલ્લા બે દિવસથી એક પછી એક આતંકી હુમલા થઈ રહ્યા છે. શનિવારે સવારે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ પંજાબ પ્રાંતમાં પાકિસ્તાની એરફોર્સના ટ્રેનિંગ એરબેઝ પર હુમલો કર્યો હતો. જેમાં ત્યાં પાર્ક કરેલા ત્રણ પ્લેન બળી ગયા હતા. જવાબી કાર્યવાહીમાં જવાનોએ ત્રણ હુમલાખોરોને ઠાર માર્યા હતા.
પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓએ શનિવારે તેના વાયુસેનાના મિયાંવાલી ટ્રેનિંગ બેઝ પર હુમલો કર્યો હતો. પરંતુ સૈનિકોએ ત્રણ હુમલાખોરોને સ્થળ પર જ ઠાર કરીને અને અન્ય ત્રણને ઘેરીને હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેઝમાં પ્રવેશ કરતી વખતે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે બાકીના ત્રણને સૈનિકો દ્વારા સમયસર અને અસરકારક જવાબ આપવાને કારણે ઘેરી લેવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે વિસ્તારને સંપૂર્ણપણે સુરક્ષિત કરવા માટે એક વિશાળ સંયુક્ત અને સર્ચ ઓપરેશન અંતિમ તબક્કામાં છે.
સેનાએ કહ્યું, “પાકિસ્તાન સશસ્ત્ર દળો દેશમાંથી આતંકવાદના ખતરાને દરેક કિંમતે ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.” આ હુમલાના કલાકો પહેલા, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ૧૭ સૈનિકો માર્યા ગયા હતા.