વર્લ્ડ કપ-૨૦૨૩ ની ટોચની બે ટીમ ભારત અને દક્ષિણ આફ્રિકા સામ-સામે ટકરાશે
ICC વન ડે વર્લ્ડકપમાં વરસાદને કારણે પ્રભાવિત મેચમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને ડકવર્થ- લૂઇઝ મેથડ અંતર્ગત ૨૧ રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને ન્યૂઝીલેન્ડે ૫૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૪૦૧ રન બનાવ્યા હતા. જીતને કારણે પાકિસ્તાનની ટીમ પોઇન્ટ ટેબલમાં પાંચમા નંબરે પહોંચી ગઈ છે .આ સાથે પાકિસ્તાનની સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત છે. પાકિસ્તાન તરફથી ફખર જમાને 81 બોલમાં અણનમ ૧૨૬ અને કેપ્ટન બાબરે ૬૩ બોલમાં અણનમ ૬૬ રન બનાવ્યા હતા.
તો બીજી તરફ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ૨૮૬ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ ૨૫૩ રન જ બનાવી શકી હતી અને મેચ હારી ગઈ. આ હાર સાથે ઈંગ્લેન્ડ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું.
ભારત વર્લ્ડકપમાં તેની આઠમી મેચ આજે ૫ નવેમ્બર રવિવારે કલક્તામાં રમશે. ભારતીય ટીમનો સામનો આફ્રિકાની ટીમ સામે થવાનો છે. વર્લ્ડ કપ ૨૦૨૩ માં ભારત અને સાઉથ આફ્રિકા ફેવરીટ ટીમો માનવામાં આવી રહી છે. વર્લ્ડ કપમાં ભારતની સફર અત્યાર સુધી શાનદાર રહી છે. તેણે તેની તમામ ૭ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા આ જીતનો સિલસિલો જારી રાખવા મેદાન પર ઉતરશે. તેઓ ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાને હરાવી ચૂક્યા છે.
ભારતીય ટીમે પોતાની અંતીમ મેચ શ્રીલંકા સામે રમી હતી જેમાં તેમણે શાનદાર જીત રમી હતી. જેથી ભારતીય ટીમ વર્લ્ડ કપની સૌથી મજબૂત ટીમ માનવામાં આવી રહી છે. ત્યાર બાદ સાઉથ આફ્રિકા સૌથી મજબૂત ટીમમાંથી એક માનવામાં આવી રહી છે. જેથી ભારતીય ટીમના ચાહકો પણ આવતીકાલની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.