આજનો ઇતિહાસ ૬ નવેમ્બર

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. 

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. યુદ્ધ દરમિયાન જાનમાલની સાથે સાથે પર્યાવરણને થતા નુકસાનને રોકવા આ દિવસ ઉજવાય છે. ઇતિહાસમાં નજર કરીયે તો વર્ષ ૧૭૬૩ માં બ્રિટિશ સેનાએ મીર કાસિમને હરાવી પટના પર કબજો કર્યો હતો. વર્ષ ૧૯૧૩ માં દક્ષિણ આફ્રિકામાં ભારતીય ખનન મજૂરોની રેલીનું નેતૃત્વ કરવા બદલ મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી. 

યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ એ દર વર્ષે ૬ નવેમ્બરના રોજ ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોફી અત્તા અન્નાનના સેક્રેટરી-જનરલ તરીકેના કાર્યકાળ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દ્વારા ૫ નવેમ્બર, ૨૦૦૧ના રોજ યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસની સ્થાપના કરવામાં આવી હતી.

૬ નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1763 – બ્રિટિશ સેનાએ મીર કાસિમને હરાવી પટના પર કબજો કર્યો.
  • 1813 – મેક્સિકોને સ્પેનથી આઝાદી મળી.
  • 1844 – સ્પેને ડોમિનિકન રિપબ્લિકને આઝાદ કર્યું.
  • 1860 – અબ્રાહમ લિંકન અમેરિકાના સોળમા પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1903 – અમેરિકાએ પનામાની સ્વતંત્રતાને માન્યતા આપી.
  • 1913 – દક્ષિણ આફ્રિકામાં ભારતીય ખનન મજૂરોની રેલીનું નેતૃત્વ કરવા બદલ મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી.
  • 1943 – બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાને આંદામાન અને નિકોબાર ટાપુઓ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને સોંપ્યા.
  • 1949 – ગ્રીસમાં ગૃહ યુદ્ધ સમાપ્ત થયું.
  • 1962 – રાષ્ટ્રીય સંરક્ષણ પરિષદની સ્થાપના કરવામાં આવી.
  • 1990 – નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા.
  • 1994 – અફઘાનિસ્તાનના બુરહાનુદ્દીન રબ્બાની જૂથ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર અફઘાન શાંતિ યોજનાને મંજૂરી આપવામાં આવી.
  • 1998 – પાકિસ્તાને સિયાચીનમાં યુદ્ધવિરામ માટે ભારતના પ્રસ્તાવને નકારી કાઢ્યો.
  • 2000 – સતત 23 વર્ષ સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહ્યા બાદ જ્યોતિ બસુએ રાજીનામું આપ્યું.
  • 2004 – રશિયાએ ક્યોટો કરારને બહાલી આપી.
  • 2013 – સીરિયાના દમાસ્કસમાં આત્મઘાતી વિસ્ફોટમાં આઠ માર્યા ગયા, 50 ઘાયલ થયા. ઈરાકની રાજધાની બગદાદમાં આત્મઘાતી હુમલો, 15ના મોત.
  • 2013 – મહાન ખેલાડી સચિન તેંડુલકર અને વૈજ્ઞાનિક પ્રો. CNR રાવને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *