એલોન મસ્કએ Xની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ ગ્રોક લોન્ચ કરવાની જાહેરાત કરી છે. X ના પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ તેનો ઉપયોગ કરી શકશે. એલોન મસ્કએ શુક્રવારે પોસ્ટ કર્યું કે Grok શનિવારથી પ્રીમિયમ પ્લસ સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ થશે.
એલોન મસ્કએ X(ટ્વિટર)ની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ ‘ગ્રોક’ લોન્ચ કરી. આ Xનું પહેલું AI ટૂલ છે. ‘ગ્રોક’ હજુ તેના પરીક્ષણ તબક્કામાં છે, X ના પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ આ ચેટબોટનો ઉપયોગ કરી શકશે. આ ટૂલ ગૂગલ બાર્ડ અને ચેટGPT જેવું AI ટૂલ પણ છે. ગ્રોક X નું પ્રથમ AI ચેટટૂલ છે. તે રીઅલ ટાઇમમાં X પર શેર કરેલી માહિતીને એક્સેસ કરી શકે છે અને વપરાશકર્તાઓના પ્રશ્નોના જવાબ આપી શકે છે.