વર્લ્ડ કપ ૨૦૨૩: વર્લ્ડકપ વચ્ચે શ્રીલંકન સરકાર બાદ ICCએ પણ શ્રીલંકાના ક્રિકેટ બોર્ડને કર્યું સસ્પેન્ડ

વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકાની સરકારે સમગ્ર બોર્ડને બરતરફ કરી દીધું હતું, રાષ્ટ્રપતિએ બનાવેલી કમિટીને ICCએ બોર્ડના કામકાજમાં સરકારની દખલ ગણાવી હતી.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડે તાત્કાલિક અસરથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ને સસ્પેન્ડ કરી દીધું છે. ICC બોર્ડની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકાની સરકારે સમગ્ર બોર્ડને બરતરફ કરી દીધું હતું. આ પછી રાષ્ટ્રપતિએ તપાસ માટે એક કમિટી પણ બનાવી હતી. ICCએ જેને બોર્ડના કામકાજમાં સરકારની દખલ ગણાવી છે.

વર્લ્ડકપમાં શ્રીલંકાની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. શ્રીલંકાએ નવ મેચમાં માત્ર બે મેચમાં જ જીતનો સ્વાદ ચાખ્યો છે. જ્યારે 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને છે. શ્રીલંકાની સંસદે ગુરુવારે સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં શાસક અને વિપક્ષ બંને પક્ષોએ ટેકો આપતાં દેશની ક્રિકેટ સંચાલક મંડળને બરતરફ કરવાની હાકલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *