આગામી બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો અનુભવ થઇ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બે દિવસ બાદ તાપમાનમાં ૨ ડિગ્રી કરતાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. હાલ રાજ્યમાં વરસાદની કોઈ જ શકયતા નથી. જ્યારે કેટલાક સ્થળો પર વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
દિવસ અને રાત્રી દરમિયાન હાલના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. દિવસ દરમિયાન ૩૫ ડિગ્રી આસપાસ અને રાત્રે ૨૦ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. જ્યારે ડિસેમ્બરના અંતમાં ઠંડીનો ખરો અનુભવ થશે.
હાલ કોઈ સિસ્ટમ ગુજરાતને લઈને સક્રિય નથી અને લોકલ એક્ટિવિટીના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કેટલાક સ્થળો પર વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને હવે પછી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.