વર્લ્ડકપની ફાઇનલ મેચને પગલે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ

આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મેચ જેવા માટે ગુજરાત બહારથી પણ ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે.

આવતીકાલે ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલનો મહાબુકાબલો યોજાવાનો છે. ત્યારે અમદાવાદમાં  વર્લ્ડકપની ફાઇનલ મેચને પગલે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદની હોટલ ITC નર્મદા હોટલ ખાતે ક્રિકેટ રસિકોની ભારે ભીડ જોવા મળી રહી છે.. ભારતીય ક્રિકેટ ટીમ પ્રેક્ટિસ કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે જવાની તૈયારીમાં છે ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓને જોવા બાળકો ,સ્ત્રીઓ અને યુવાઓ  વહેલી સવારથી  હોટલ ITC ખાતે ઉમટી પડ્યા છે.બસમાં બેઠેલા ક્રિકેટરોનાં ફોટો અને વીડિયો લેવા માટે લોકોના પડપાડીનો માહોલ જામ્યો છે.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા અત્યારથી લોકો ઉમટ્યા હતા. મહાજંગ જોવા માટે ગુજરાત બહારથી લોકો આવી રહ્યા છે. મુંબઈ, નાસિક, ઉડીસા, દિલ્હી, પંજાપ, હરિયાણાથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે. આ બાબતે ક્રિકેટ પ્રેમીએ જણાવ્યું હતું કે, અમે ઉડીસાથી આવ્યા છીએ, આ વર્લ્ડ કપ આપણો છે.તેમજ રોહિત શર્મા, વિરાટ કોહલી ધૂમ મચાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *