પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આઠ રાજ્યોના મુખ્યમંત્રી સહિત દેશના અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ મેચ જોવા માટે હાજર રહેશે

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાશે, બપોરે બે વાગ્યે મેચ શરૂ થશે. મેચ પહેલા એક એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભાગ લેશે.

ICC વિશ્વકપની ફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. બન્ને ટીમ આજે ટાઇટલ જીતવા માટે અથાગ પ્રયત્ન કરશે. ભારત વિશ્વકપની ફાઇનલમાં ચોથીવાર રમશે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ આઠમીવાર ફાઇનલમાં રમી રહ્યું છે. બન્ને ટીમ ૨૦ વર્ષ બાદ વિશ્વકપની ફાઇનલમાં ટકરાશે. આ મેચ બપોરે બે વાગે શરૂ થશે. મેચ પહેલા એરફોર્શની સૂર્યકિરણ એરોબેટીક ટીમ એર-શો કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી રિચર્ડ માર્શ સહિત અનેક ગણમાન્ય અતિથીઓ આજે મેચ જોવા સ્ટેડિયમમા ઉપસ્થિત રહેશે. મહાનુભાવોની સુરક્ષાને લઇને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પશ્રિમ રેલવેએ પણ વિશ્વકપની મેચને ધ્યાનમાં રાખીને મુંબઇ તેમજ દિલ્હીથી અમદાવાદ માટે વિશેષ સુપરફાસ્ટ ટ્રેનની વ્યવસ્થા કરી છે. ભારતીય ટીમે લીગ મેચમાં તમામ નવ મેચ જીતી હતી તેમજ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડને ૭૦ રને હરાવી ચોથીવાર વિશ્વકપ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપમાં સતત બે વાર હારનો સામનો કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ સાત જીત સાથે સેમિફાઇનલમા પ્રવેશ કરીને સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ૩ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *