કોણે વિચાર્યું હશે કે ભારત અને દક્ષિણ આફ્રિકા સામે પહેલી બે મેચમાં ખરાબ રીતે પરાજય પામેલી કાંગારૂ ટીમ છઠ્ઠી વખત ચેમ્પિયન બનશે. સેમી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને અને ફાઇનલમાં ભારતને હરાવીને વર્લ્ડ કપ જીતશે.
ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને રવિવારે છઠ્ઠી વખત ટ્રોફી જીતીને ODI વર્લ્ડ કપમાં પોતાનો અનોખો રેકોર્ડ લંબાવ્યો. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ બે મેચ હાર્યા બાદ જોરદાર વાપસી કરી હતી. આગામી સતત નવ મેચ જીતીને ચેમ્પિયન બન્યું. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની ફાઇનલમાં ભારત સામે છ વિકેટે મળેલી જોરદાર જીતનો સમાવેશ થાય છે.
કોણે વિચાર્યું હશે કે ભારત અને દક્ષિણ આફ્રિકા સામે પહેલી બે મેચમાં ખરાબ રીતે પરાજય પામેલી કાંગારૂ ટીમ છઠ્ઠી વખત ચેમ્પિયન બનશે. સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને અને ફાઇનલમાં ભારતને હરાવશે. પ્રથમ ૨ મેચમાં હાર બાદ પેટ કમિન્સની ઘણી ટીકા થઈ હતી. કોઈએ વિચાર્યું ન હતું કે તે આ રીતે પુનરાગમન કરશે. કમિન્સના નેતૃત્વમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કાંગારુ ટીમે સમજાવ્યું કે શા માટે તેની ગણતરી ચેમ્પિયન ટીમોમાં થાય છે. શા માટે તે સૌથી વધુ વખત ચેમ્પિયન બની છે?
વર્લ્ડ કપ ૨૦૨૩ માં ઓસ્ટ્રેલિયાની સફર પર એક નજર
- ૧ લી મેચ: ઓસ્ટ્રેલિયા ચેન્નાઈમાં ભારત સામે છ વિકેટે હારી ગયું.
- બીજી મેચઃ લખનૌમાં ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે ૧૩૪ રનથી હારી ગયું.
- ત્રીજી મેચઃ લખનૌમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને પાંચ વિકેટે હરાવ્યું.
- ચોથી મેચ: ઓસ્ટ્રેલિયાએ બેંગલુરુમાં પાકિસ્તાનને ૬૨ રને હરાવ્યું.
- પાંચમી મેચઃ ઓસ્ટ્રેલિયાએ દિલ્હીમાં નેધરલેન્ડને ૩૦૯ રનથી હરાવ્યું.
- છઠ્ઠી મેચઃ ઓસ્ટ્રેલિયાએ ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડને પાંચ રનથી હરાવ્યું.
- સાતમી મેચઃ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 33 રનથી હરાવ્યું.
- આઠમી મેચઃ ઓસ્ટ્રેલિયાએ પુણેમાં અફઘાનિસ્તાનને ત્રણ વિકેટે હરાવ્યું.
- નવમી મેચ: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું.
- સેમિફાઇનલ: ઓસ્ટ્રેલિયાએ કોલકાતામાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવ્યું.
- ફાઈનલ: અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું.