વર્લ્ડ કપ ૨૦૨૩ ફાઇનલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે હારથી તૂટી ગયેલા ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું.
વર્લ્ડ કપ ૨૦૨૩ માં ચેમ્પિયનની જેમ રમનારી ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારથી મેન ઈન બ્લુની સાથે સાથે ૧૪૦ કરોડ ભારતીયો નિરાશ થયા હતા. ભારત માટે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટ્વિટ કરીને પ્રશંસકોને ખાસ મેસેજ આપ્યો હતો અને વાપસી કરવાની વાત કરી હતી. શમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને તેમનો પણ આભાર માન્યો હતો.
વર્લ્ડ કપ ૨૦૨૩ ની ફાઇનલ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે હારથી તૂટી ગયેલા ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. શમીએ શેર કરેલા ફોટોમાં વડાપ્રધાન મોદી તેમને ગળે લગાવતા જોવા મળે છે. ફોટો જોઈને લાગી રહ્યું છે કે શમી ભાવુક છે અને વડાપ્રધાન તેનું મનોબળ વધારી રહ્યા છે.