વર્લ્ડ કપની મેચમાં સુરક્ષાની ચુક બદલ અમદાવાદ પોલીસ અધિકારીઓને ગાંધીનગરનું તેડું, ગૃહ રાજ્યમંત્રી અધિકારીઓ સાથે કરશે ચર્ચા.
અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા મેચ બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વર્લ્ડકપની મેચ દરમિયાન સુરક્ષામાં ચુક બદલ અમદાવાદ શહેર પોલીસ અધિકારીઓને ગાંધીનગરથી તેડું આવ્યું છે. મહત્વનું છે કે, મેચ દરમિયાન ક્રિકેટના મેદાનમાં એક યુવક ઘુસ્યો અને તે ચેક વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો. આ તરફ સમગ્ર ઘટનાની ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે અને હવે ગૃહ રાજ્યમંત્રી અધિકારીઓ સાથે ચર્ચા કરશે.
અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ છે. જોકે ગઈકાલે મેચ દરમિયાન એક ચોંકાવનારી ઘટના પણ સામે આવી હતી. વિગતો મુજબ મેચ દરમિયાન મેદાનમાં એક યુવકે ગેરકાયદેસર પ્રવેશ કરી લીધો હતો. જે બાદમાં યુવકની પોલીસનો અટકાયત કરવામાં આવી હતી. જોકે આ ઈસમની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. હાલ આ મામલે ચાંદખેડા પોલીસે ઈસમ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ યોજાઇ હતી. આ તરફ ભારતની બેટિંગ દરમિયાન પેલેસ્ટાઈન સમર્થક એક યુવક વિરાટ કોહલી પાસે સ્ટેડિયમમાં પહોંચી ગયો હતો. જે બાદમાં સુરક્ષાકર્મીઓએ યુવકને પકડી પોલીસને સોંપ્યો હતો. આ તરફ પોલીસની પૂછપરછમાં યુવકનું નામ વેન જોનશન અને તે મૂળ ઓસ્ટ્રેલિયાનો હોવાનું સામે આવ્યું છે.