અમદાવાદ શહેરમાં હવે પશુ રાખવા લાઈસન્સ લેવુ પડશે, પશુપાલકોને AMCની અંતિમ નોટીસ, પશુ માલિકો પશુ માટે લાઈસન્સ નહી લે તો મનપા કરશે કાર્યવાહી.
અમદાવાદમાં પશુ પાલકોને અંતિમ સૂચના આપવામાં આવી છે. વિગતો મુજબ અમદાવાદ શહેરમાં હવે પશુ રાખવા લાયસન્સ લેવું પડશે. જેને લઈ અગાઉ પણ જાણ કર્યા બાદ હવે દિવાળીના તહેવારો બાદ ફરી એકવાર અંતિમ નોટિસ આપવામાં આવી છે. આ નોટિસમાં જેમની પાસે જગ્યા નથી તેમણે પશુને શહેરની બહાર લઈ જવા પડશે તેવું જ જણાવાયું છે. મહત્વનું છે કે, હવે જો પશુમાલિકો પશુ માટે લાયસન્સ નહીં લે તો મનપા કાર્યવાહી કરશે.
મેગા સિટી અમદાવાદમાં પણ રખડતાં ઢોરોની ત્રાસ સતત વધી રહ્યો છે. જેને લઈ તાજેતરમાં તંત્ર દ્વારા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ ને અમલમાં મૂકી હતી. મહત્વનું છે કે, આ પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ અંતર્ગત અમદાવાદ શહેરમાં પશુ રાખવા લાયસન્સ-પરમિટ મેળવવી આવશ્યક છે. જોકે હજી સુધી કેટલાય પશુપાલકોએ આ આકાર્યવાહી કરી ન હોવાથી મનપા દ્વારા અંતિમ નોટિસ ફાળવવામાં આવી છે.