૨૦૦૦ ની કુલ રૂ.૯૭૬૦ કરોડની નોટો હજી લોકો પાસેઃ આરબીઆઈ

રિઝર્વ બેન્ક ઈન્ડિયાએ ઓફ (આરબીઆઈ) શુક્રવારે જણાવ્યું હતું કે રૂપિયા ૨૦૦૦ ની ૯૭.૨૬ % બેન્ક નોટો પાછી બેન્કિંગ સિસ્ટમમાં આવી ગઈ છે. ફક્ત રૂપિયા ૯૭૬૦ કરોડથી વધુના મૂલ્યની રૂ.૨૦૦૦ ની નોટો હજી પણ ચલણમાં ફરી રહી છે. ઉલ્લેખનીય છે કે ૧૯ મે એ આરબીઆઈએ રૂપિયા ૨૦૦૦ ની નોટો બહાર સર્ક્યુલેશનમાંથી કાઢવાની જાહેરાત કરી હતી. ૧૯ મે ૨૦૨૩ એ કુલ રૂપિયા ૩.૫૬ લાખ કરોડ જેટલા મૂલ્યની રૂપિયા ૨૦૦૦ ની નોટો સર્ક્યુલેરમાં હતી. તે પછી ૩૦ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં રૂપિયા ૯૭૬૦ કરોડના મૂલ્યની રૂપિયા ૨૦૦૦ ની નોટ પાછી આવવાની બાકી છે, તેમ આરબીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું.

રૂપિયા ૨૦૦૦ ની બેન્ક નોટો અત્યારે પણ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ છે, તેમ આરબીઆઈએ ઉમેર્યું હતું. સમગ્ર દેશમાંથી આરબીઆઈના ૧૯ ઓફિસોમાં લોકોએ રૂપિયા ૨૦૦૦ ની બેન્ક નોટો જમા અથવા એક્સચેન્જ કરાવી છે. આ ઉપરાંત લોકો કોઈપણ ભારતીય પોસ્ટ ઓફિસ મારફતે પણ રૂપિયા ૨૦૦૦ ની બેન્ક નોટો આરબીઆઈમાં મોકલી છે. આવી નોટો ધરાવનાર જાહેર જનતા અને સંસ્થાઓને શરૂ આતમાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં તેને બદલી આપવા અથવા બેન્ક ખાતામાં જમા કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમયમર્યાદા સુધીમાં ઓક્ટોબર લંબાવવામાં આવી હતી.

૨૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવાની છેલ્લી તારીખ પછી પણ તેને RBIની ૧૯ ઈસ્યુ ઓફિસમાંથી બદલી શકાય છે અથવા તમારા ખાતામાં જમા કરાવી શકાય છે. તમે એક સમયે ૨૦૦૦ રૂપિયાની ૧૦ નોટ બદલી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *