પાંચ રાજ્ય વિધાનસભા ચૂંટણી પરિણામ ૨૦૨૩ : રાજસ્થાન , મધ્ય પ્રદેશ , છત્તીસગઢ અને તેલંગણામાં મત ગણતરી શરૂ થવા જઈ રહી છે. કયા રાજ્યમાં કોની સરકાર બનશે, તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતુ, જેનો ૩ ડિસેમ્બર સાંજ સુધીમાં અંત આવી જશે, અને સ્પષ્ટ પરિણામ દેખાઈ જશે.
આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ માટે મતગણતરી શરૂ થવા જઈ રહી છે, અને સાંજ સુધીમાં કયા રાજ્યમાં કોની સરકાર બની રહી છે, તે સ્પષ્ટ થઈ જશે. ભાજપ, કોંગ્રેસ, સહિતની મોટી પાર્ટી પોતાની જીતના દાવા કરી રહી છે. પરંતુ જો એક્ઝિટ પોલના આંકડા પર વિશ્વાસ કરવા જઈએ તો, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં રસાકસી જોવા મળશે. લગભગ એક મહિનાથી રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ કયા રાજ્યમાં કોની સરકાર બની રહી છે તેને લઈને જે પણ અટકળો લગાવવામાં આવી રહી હતી, તેનો સાંજ સુધીમાં અંત આવી જશે અને પરિણામ સ્પષ્ટ થઈ જશે. તમને જણાવી દઈએ કે, મિઝોરમ વિધાનસભા ચૂંટણી પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે.