તેલંગાણા વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ પરિણામ: જરૂર પડ્યે ભાજપ અમારું સમર્થન કરશે

તેલંગણા વિધાનસભા ચૂંટણીની મત ગણતરીમાં કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે, તો બીઆરએસ એ દાવો કર્યો કોંગ્રેસ એકલી છે, અમને તો ભાજપ અને એઆઈએમઆઈએમ સમર્થન કરશે અને અમે સરકાર બનાવીશું.

તેલંગાણા વિધાનસભા ચૂંટણીની મત ગમતરી શરૂ થઈ ગઈ છે. જેમાં હાલમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. સવારે તેલંગાણામાં પ્રારંભિક વલણો પર, BRS સાંસદ કે. કેશવ રાવે કહ્યું, “હું હવે ડેટામાં જઈશ નહીં કારણ કે, હું સર્વેક્ષણોને નબળુ નહીં કરું. તમારી પાસે તમારો અભ્યાસ છે, મારી પાસે મારો અભ્યાસ છે…. જ્યાં સુધી સર્વેની વાત છે, તમે કોંગ્રેસને ધાર આપી છે, પરંતુ મારા અભ્યાસ મુજબ, અમારી પાસે સત્તા પર આવવા માટે પૂરતી બહુમતી છે. કોંગ્રેસ એકલા હાથે લડી રહી છે, તેમની પાસે કોઈ સમર્થક નથી. તેમણે પોતાના દમ પર બેઠકો મેળવવી પડશે. પરંતુ જરૂર પડશે તો અમને ભાજપ અને AIMIM ચોક્કસ સમર્થન આપશે. ….”

કોંગ્રેસની લીડ પર, તેઓ કહે છે, “અમારે તેમને અભિનંદન આપવા પડશે. આ મજાક નથી…. તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે. અમે નીચે આવી રહ્યા છીએ, તેઓ ઉપર જઈ રહ્યા છે. આને સ્વીકારવું પડશે કારણ કે, આંકડા કહેશે કે, તે વસ્તુઓ છુપાવવાનો કોઈ પ્રશ્ન જ નથી.”

તમને જણાવી દઈએ કે, તેલંગાણામાં ૩૦ નવેમ્બરે મતદાન થયું હતુ, જેમાં પાંચ વાગ્યા સુધીમાં ૭૧.૩૪ ટકા મતદાન નોંધાયું હતુ. તમને જણાવી દઈએ કે, ૨૦૧૮ ની ચૂંટણીમાં કુલ ૧૧૯ માંથી બીઆરએસ ૮૮ બેઠકો મેળવીને સૌથી વધારે બેઠક જીતવામાં સફળ રહી હતી, તો કોંગ્રેસ ૧૯ બેઠક, ટીડીપી ૨ બેઠક, ભાજપ ૧, એઆઈએમઆઈએમ ૭ બેઠક, અને અપક્ષ ૨ બેઠક જીતવામાં સફળ રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *