તેલંગાણા ચૂંટણી પરિણામો લાઇવ અપડેટ્સ

તેલંગાણા અલગ રાજ્ય બનાવ્યા બાદ ૨૦૧૪ અને ૨૦૧૮ ની ચૂંટણીમાં BRSએ વિજય મેળ્યો હતો, જો કેસીઆર ચૂંટણી જીતશે તો તેઓ સતત ત્રીજી વખત સત્તામાં આવશે.

તેલંગાણાની ૧૧૯ બેઠકો માટે કડક સુરક્ષા વચ્ચે આજે સવારે ૮ વાગ્યે મતગણતરી શરૂ થશે. પોસ્ટલ બેલેટના મતોની પહેલા ગણતરી થશે.  ત્યારે રાજ્યનો તાજ કયા પક્ષના શિરે જશે તે આજે જાહેર થઈ જશે. ૧૧૯ વિધાનસભા બેઠકો ધરાવતા તેલંગાણામાં મુખ્ય પક્ષ તરીકે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS – અગાઉનું નામ તેલંગણા રાષ્ટ્ર સમિતિ-TRS)નો દબદબો છે. ૨૦૧૪ માં તેલંગાણા રાજ્ય બન્યા બાદ ૨ વાર ચૂંટણીઓ યોજાઈ હતી અને બંનેમાં KCRની તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ બહુમતી જીતી હતી. આંધ્રપ્રદેશમાંથી તેલંગણા અલગ રાજ્ય બનાવ્યા બાદ ૨૦૧૪ અને ૨૦૧૮ ની ચૂંટણીમાં BRSએ વિજય મેળ્યો હતો. જો કેસીઆર ચૂંટણી જીતશે તો તેઓ સતત ત્રીજી વખત સત્તામાં આવશે. રાજ્યમાં બહુમતી મેળવવાનો જાદુઈ આંકડો ૬૦ છે.

૧૦:૦૫ AM | તેલંગાણામાં કોંગ્રેસ તોડશે KCRની હેટ્રીકનું સપનું ?

કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વવાળી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ૨૦૧૪ થી સત્તામાં છે, જ્યારે તેલંગાણાને આંધ્રપ્રદેશથી અલગ રાજ્યનો દરજ્જો અપાયો હતો અને તેણે ૨૦૧૮ માં ચૂંટણી પણ જીતી હતી. KCR આ વખતે હેટ-ટ્રિકની આશા કરી રહ્યા હતા. કોંગ્રેસે લગભગ એક દાયકા જૂની સત્તાધારી પાર્ટીને સત્તાથી હટાવવાના ઉદ્દેશ્ય સાથે એક ઉત્સાહી ચૂંટણી અભિયાન ચલાવ્યું હતું, જ્યારે ભાજપે પણ સત્તાધારી સરકાર વિરૂદ્ધ વગર કોઈ અડચણે હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *