પાંચ રાજ્ય વિધાનસભા ચૂંટણી પરિણામ ૨૦૨૩ : મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે ભવ્ય જીત મેળવી. બીજી તરફ તેલંગાણામાં કોંગ્રેસ સરકાર બનાવશે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ ના પરિણામ સામે આવી રહ્યા છે. જેમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપ ભવ્ય જીત મેળવી છે. બીજી તરફ તેલંગાણામાં કોંગ્રેસ સરકાર બનાવશે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં ભાજપે ૧૬૬ બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસે ૬૬ સીટ પર જીત મેળવી છે. ભારત આદીવાસી પાર્ટીએ ૧ સીટ પર જીત મેળવી છે. રાજસ્થાનમાં ભાજપે ૧૧૬ બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસે ૬૯ સીટ પર જીત મેળવી છે. ભારત આદીવાસી પાર્ટીએ ૩ સીટ પર જીત મેળવી છે. બહુજન સમાજવાદી પાર્ટીએ ૨, રાષ્ટ્રીય લોક દળે ૧, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ ૧ અને અપક્ષોએ ૮ સીટો પર જીત મેળવી છે.
છત્તીસગઢમાં ભાજપે ૫૪ બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રસે ૩૫ બેઠકો જીતી છે. જીજીપીએ ૧ બેઠક પર જીત મેળવી છે. તેલંગાણામાં ૬૪ બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. બીઆરએસે ૩૯ બેઠકો પર જીત મેળવી છે. ભાજપે ૮ સીટો પર જીત મેળવી છે. AIMIM એ ૭ સીટો પર જીત મેળવી છે. કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ ૧ બેઠક પર જીત મેળવી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – ભાજપ યુવાઓની અપેક્ષાઓ સમજે છે
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું -આજે દેશના યુવાઓમાં એ વિશ્વાસ વધી રહ્યો છે કે ભાજપ તેમની અપેક્ષાઓ સમજે છે તેમના માટે કામ કરે છે. દેશનો યુવા જાણે છે કે ભાજપની સરકાર યુવા હિતૈષી હોય છે, યુવાઓ માટે નવા અવસર બનાવનારી છે.
પીએમ મોદીએ કહ્યું – નારીશક્તિનો વિકાસ, ભાજપના વિકાસ મોડલનો મુખ્ય આધાર છે
પીએમ મોદીએ કહ્યું કે નારીશક્તિનો વિકાસ, ભાજપના વિકાસ મોડલનો મુખ્ય આધાર છે. તેથી આ ચૂંટણીમાં મહિલાઓએ, બહેનો, દિકરીઓએ ભાજપને ઘણા આશીર્વાદ આપ્યા છે. હું આજે પુરી વિનમ્રતાથી દેશની દરેક બહેન-દીકરીને એ કહીશ કે તમને જે ભાજપે વાયદા કર્યા છે તે સો ટકા પુરા કરવામાં આવશે આ મોદીની ગેરન્ટી છે.
આ જીતમાં દરેક મહિલા પોતાની જીત જોઇ રહી છે – પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આજે દરેક ફર્સ્ટ વોટર ગર્વથી કહી રહ્યો છે કે તે પોતે જીત્યો છે. આ જીતમાં દરેક મહિલા પોતાની જીત જોઇ રહી છે. શાનદાર ભવિષ્યના સપના જોનાર દરેક યુવા પોતાની જીત જોઇ રહ્યા છે. દરેક તે નાગરિક તેને પોતાની સફળતા સમજી રહ્યા છે જે ૨૦૪૭ માં ભારતને એક વિકસિત રાષ્ટ્ર જોવા માંગે છે.