મારાપીએ સુમાત્રા ટાપુ પર સૌથી સક્રિય જ્વાળામુખી છે. તેનો સૌથી ઘાતક વિસ્ફોટ એપ્રિલ ૧૯૭૯ માં થયો હતો.
ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં મારાપી જ્વાળામુખી ફાટતાં ઓછામાં ઓછા ૧૧ પર્વતારોહકોએ જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન અન્ય ૧૨ લોકો ગુમ થયા હતા. અલ જઝીરાએ સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમના પ્રવક્તા જોડી હરિયાવનને ટાંકીને આ માહિતી આપી છે.
અલ જઝીરા અનુસાર, સોમવારે ૧૧ પર્વતારોહકોના મૃતદેહ સાથે ત્રણ બચી ગયેલા મળી આવ્યા હતા. વિસ્ફોટ સમયે આ વિસ્તારમાં ૭૫ લોકો હતા. ૨,૮૯૧ મીટર (૯,૪૮૫ ફીટ) ઊંચો જ્વાળામુખી રવિવારે ફાટી નીકળ્યો હતો.
મારાપીએ સુમાત્રા ટાપુ પર સૌથી સક્રિય જ્વાળામુખી છે. તેનો સૌથી ઘાતક વિસ્ફોટ એપ્રિલ ૧૯૭૯ માં થયો હતો. ત્યારબાદ ૬૦ લોકોના મોત થયા હતા. આ વર્ષે, તે જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે ફાટી નીકળ્યો હતો. વોલ્કેનોલોજી એજન્સીના જણાવ્યા અનુસાર, ઈન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત છે અને તેમાં ૧૨૭ સક્રિય જ્વાળામુખી છે.