ZPMએ ૪૦ બેઠકો ધરાવતી મિઝોરમ વિધાનસભામાં ૨૭ બેઠકો જીતી છે.
મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા પછી, જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલ દુહાવમાએ આજે જણાવ્યું હતું કે તેઓ એક-બે દિવસમાં રાજ્યપાલને મળશે. શપથગ્રહણ આ મહિને થશે.
ચૂંટણી પરિણામો અનુસાર, અહીં સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ ૧૦ બેઠકો પર ઘટી ગયો છે.ભારતીય જનતા પાર્ટીએ ગત વિધાનસભા ચૂંટણીમાં એક બેઠકની સરખામણીએ આ વખતે બે બેઠકો જીતી છે. કોંગ્રેસને એક બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.
ZPMએ ૪૦ બેઠકો ધરાવતી મિઝોરમ વિધાનસભામાં ૨૭ બેઠકો જીતી છે. હવે તે અહીં સરકાર બનાવવાનો દાવો કરવાની તૈયારી કરી રહી છે.