ચક્રવાત મિચોંગ અપડેટ્સ: ચેન્નાઇ પાણીમાં ગરકાવ

મિચોંગ ચક્રવાત વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશ , ચેન્નાઈ , તામિલાનાડુ ના વિસ્તારોમાં ભારે તાબાહી જોવા મળી છે, ભારે વરસાદ ના કારણે વીજળી કટ  , જરૂરિયાતની વસ્તુઓની અછત સહિતની મુશ્કેલીઓની રહેવાસીઓ પરેશાન.

ચક્રવાત મિચોંગ અપડેટ્સ: ચેન્નઈ અને તેના ઉપનગરોના કેટલાક ભાગોમાં રહેવાસીઓ બુધવારે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી અને વીજળી ડૂલ થતા મુશ્કેલીનો સામનો કર રહ્યા છે, ચક્રવાત મિચોંગ દક્ષિણ ભારતીય કિનારા પર લેન્ડફોલ કર્યાના બે દિવસ પછી, જ્યારે નાગરિક એજન્સીના કર્મચારીઓએ રાહત અને પુનર્વસન પ્રયાસો હાથ ધર્યા હતા. ૭ ડિસેમ્બરે પણ ચેન્નાઈમાં શાળાઓ અને કોલેજો માટે બીજા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. તમિલનાડુએ સમગ્ર રાજ્યમાં થયેલા નુકસાન માટે કેન્દ્ર સરકાર પાસેથી રૂ. ૫,૦૬૦ કરોડની વચગાળાની રાહત માંગી છે. એક સત્તાવાર રીલિઝ અનુસાર, મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આ પત્ર ડીએમકે સાંસદ ટીઆર બાલુ વડાપ્રધાનને સોંપશે.

કુલ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સર્વેક્ષણ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે, એમ રિલીઝમાં જણાવાયું છે. પત્રમાં, સ્ટાલિને ચેન્નાઈ, ચેંગલપેટ, તિરુવલ્લુર અને કાંચીપુરમના ઉત્તરી જિલ્લાઓમાં ચક્રવાત મિચોંગના કારણે થયેલા “અભૂતપૂર્વ” વરસાદને કારણે થયેલા નુકસાનની યાદી આપી છે. રિલીઝમાં જણાવાયું છે કે, “ખાસ કરીને, ચેન્નઈ કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાં નુકસાન વધારે ગંભીર છે. “રસ્તાઓ, પુલ અને જાહેર ઇમારતો જેવી માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે,” સ્ટાલિને કેન્દ્રને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમ મોકલવાની પણ વિનંતી કરી છે.

ચક્રવાત નજીક આવતાં જ છેલ્લાં બે દિવસમાં ઊંચા મોજાં દક્ષિણ કિનારે અથડાયાં હતા, અનેક ગામડાંમાં પાણીમાં ગરકાવ થયા છે અને તમામ વાહનવ્યવહાર અટકી ગયો હતો, જેનાથી લગભગ ૩,૯૦,૦૦૦ લોકોના જીવનને અસર થઈ છે. વાવાઝોડુ મિચોંગ મંગળવારે નેલ્લોર અને કાવલી વચ્ચે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કર્યું હોવાથી, તમિલનાડુમાં ચેન્નઈમાં અવિરત વરસાદ પડ્યો હતો, વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક ૧૭ થયો હતો. ચક્રવાત હવે ભારતના મધ્ય દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ પર ઊંડા ડિપ્રેશનમાં નબળુ પડ્યુ છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *