હેલ્થકેર-એજ્યુકેશન પેમેન્ટ માટે યુપીઆઇ લિમિટ વધારીને પાંચ લાખ કરાઈ

મોબાઇલ પેમેન્ટને વેગ આપવા પર રિઝર્વ બેન્કનો ભાર, મ્યુ. ફંડ, વીમા પ્રીમિયમ, ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવણી માટે પણ ટોચમર્યાદા ૧૫ હજારથી વધારી એક લાખ કરવા પ્રસ્તાવ.

ભારતીય રિઝર્વ બેન્કે હેલ્થકેર અને એજ્યુકેશન માટે યુપીઆઇ ઉપયોગ માટે મોટી રાહત આપી છે. આ બંને સેક્ટરમાં યુપીઆઈ પેમેન્ટની લિમિટ એક લાખ રુપિયાથી વધારીને પાંચ લાખ રુપિયા કરવામાં આવી છે. આ સિવાય બાકીના બધા ટ્રાન્ઝેકશન્સ માટે યુપીઆઇ પેમેન્ટ લિમિટેએક લાખ રહેશે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે આ જાહેરાત કરી છે.

રિઝર્વ બેન્કે મ્યુચ્યુઅલ ફંડ સબસ્ક્રીપ્શન, વીમા પ્રીમિયમ, સબસ્ક્રીપ્શન અને ક્રેડિટકાર્ડ ચૂકવણી માટે ઓનલાઇન લેવડદેવડની ટોચમર્યાદા ૧૫ હજાર રુપિયાથી વધારીને એક લાખ રુપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રિઝર્વ બેન્કનું કહેવું છે કે તેના લીધે વધુને વધુ લોકો યુપીઆઇનો ઉપયોગ કરશે.

રિઝર્વ બેન્કનું કહેવું છે કે તેના લીધે વધુને વધુ લોકો યુપીઆઇનો ઉપયોગ કરશે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ભારતમાં એક વાસ્તવિક પેમેન્ટ સિસ્ટમ છે. તે ભારતમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરીને એક બેન્કથી બીજી બેન્કમાં તાત્કાલિક ચૂકવણીની મંજૂરી આપે છે.

આ સિસ્ટમ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ લોન્ચ કરી છે. તેના લીધે લોકોની નાણાકીય લેવડદેવડની પદ્ધતિ બદલાઈ ગઈ છે. તમે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી કોઈપણ યુપીઆઇ એપની મદદથી આઇડી બનાવી શકો છો. એક વખત જ્યારે યુપીઆઇ આઇડી બની જાય ત્યારે તેની સરળતાથી ચૂકવણી કરી શકો છો.

જો તમે યુપીઆઇ આઇડી બનાવી લો છો તો કોઈપણ ક્યુઆર કોડ, મોબાઇલ નંબર, બેન્ક નંબર અને યુપીઆઇ આઇડી પર પેમેન્ટ કરી શકો છો. યુપીઆઇ જબરદસ્ત સગવડ પૂરી પાડે છે. તેનાથી બિલ પેમેન્ટ અને ઓનલાઇન શોપિંગ સહિત દિવસરાત કોઈપણ ચૂકવણી કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *