ભારતીયેને વીઝા વગર આ દેશમાં મળશે એન્ટ્રી

જો કોઈ દેશ કોઈ દેશના નાગરિકોના માટે વીઝા ફ્રી એન્ટ્રીની પરવાનગી આપે છે તો ત્યાંના નાગરીકોને તે દેશમાં જવા માટે વીઝા એપ્લાય કરવાની જરૂર નથી હોતી. પાસપોર્ટ અથવા તો કોઈ અન્ય આઈડી તે દેશમાં જવા માટે પર્યાપ્ત હોય છે.

થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા બાદ ઈન્ડોનેશિયા પણ ભારતીય નાગરીકોને વીઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરી રહ્યું છે. ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલયની તરફથી જાહેર નિવેદન અનુસાર એક મહિનાની અંદર આ નિર્ણય પર મોહર લગાવવામાં આવી શકે છે. ઈન્ડોનેશિયાએ આ નિર્ણય ભારતીય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે લીધો છે.

ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રી સેંડિયાગા યુનોએ ગુરૂવારે કહ્યું કે તેમણે સરકાર પાસેથી અમુક દેશોની યાત્રા માટે વીઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરવાના નિર્દેશ મળ્યા છે. ઈન્ડોનેશિયા પોતાના પર્યટન અને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા, ભારત, દક્ષિણ કોરિયા, જર્મની, બ્રિટન અને ફ્રાંસ સહિત ૨૦ દેશોના નાગરીકોને વીઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરી રહ્યું છે.

પ્રવાસીઓને આકર્ષિત કરવાનો પ્રયત્ન 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *