ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બન્યાં છે. સતત ત્રીજા રાજ્યમાં ભાજપે સીએમ તરીકે ચોંકાવનારી પસંદગી કરી છે.
મુખ્યમંત્રી પસંદ કરવામાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ ભાજપે રાજસ્થાનમાં પણ ચોંકાવ્યાં છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્માને સીએમ તરીકે જાહેર કરાયાં છે. પણ નવા ચહેરાને સીએમ પદે બેસાડાયા છે. વસુંધરા રાજ, બાબા બાલકનાથ જેવા મહારથીઓને પછાડીને તેમણે સીએમની ખુરશી મેળવી લીધી છે. રાજધાની જયપુરમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ભાજપે રાજનાથસિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેયને રાજસ્થાન સીએમ નક્કી કરવાની જવાબદારી સોંપી હતી. જે પ્રમાણે ૩ ધારાસભ્યો બપોરે જયપુર પહોંચ્યા હતા અને ધારાસભ્ય દળની બેઠક શરુ કરી કરાઈ હતી.
ધારાસભ્ય દળની બેઠક પહેલા હોટલમાં મળ્યાં રાજનાથ અને વસુંધરા રાજે
ધારાસભ્ય દળની બેઠક પહેલા ભાજપના નિરીક્ષક અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ જયપુરની હોટલ લલિતમાં મળ્યાં હતા અને નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચા ચલાવી હતી. રાજનાથે વસુંધરા રાજને પાર્ટી હાઈકમાન્ડના નિર્ણય વિશે જાણ કરી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
રાજસ્થાનમાં ભાજપને મળી ૧૧૫ બેઠકો
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૧૫ બેઠકો મળી છે અને ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની આજે જયપુરમાં બેઠક મળી હતી.
રેસમાં કોણ કોણ હતું?
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે અડધા ડઝનથી વધુ દાવેદારો છે. જેમાં પૂર્વ સીએમ વસુંધરા રાજે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુનરામ મેઘવાલ, દિયા કુમારી, પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કિરોરી લાલ મીના, ઓપી માથુર, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને બાબા બાલકનાથ સામેલ છે.