૬ જાન્યુઆરીથી અયોધ્યા માટે રોજની ફ્લાઈટ

ઈન્ડિગોના જણાવ્યા અનુસાર ૬ જાન્યુઆરીથી અયોધ્યા અને દિલ્હી વચ્ચે સીધી ફ્લાઈટ દોડશે. જ્યારે અયોધ્યા અને અમદાવાદ વચ્ચે ૧૧ જાન્યુઆરીથી ફ્લાઈટ ઓપરેશન શરૂ થશે.

અયોધ્યા એરપોર્ટના ઉદ્ઘાટન માટે હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. અને એરલાઈન્સ કંપનીઓએ અહીંથી ફ્લાઈટ શરૂ કરવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. પરંતુ સસ્તી ફ્લાઈટ્સ ચલાવતી ઈન્ડિગો આ રેસમાં આગળ નીકળી ગઈ છે અને કંપનીએ અયોધ્યાથી ફ્લાઈટની વિગતો શેર કરી છે. બજેટ કેરિયરે અયોધ્યા એરપોર્ટને તેના ડોમેસ્ટિક રૂટમાં સામેલ કર્યું છે.

ઈન્ડિગોના જણાવ્યા અનુસાર ૬ જાન્યુઆરીથી અયોધ્યા અને દિલ્હી વચ્ચે સીધી ફ્લાઈટ દોડશે. જ્યારે અયોધ્યા અને અમદાવાદ વચ્ચે ૧૧ જાન્યુઆરીથી ફ્લાઈટ ઓપરેશન શરૂ થશે. તમને જણાવી દઈએ કે શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન ૨૨ જાન્યુઆરીએ થવાનું છે અને આ માટે પાંચ દિવસ સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદની ફ્લાઈટ

ઈન્ડિગો અયોધ્યામાં ટૂંક સમયમાં શરૂ થનારા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ ઓપરેટ કરનારી પ્રથમ એરલાઇન બની છે, ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું. દિલ્હીથી અયોધ્યાની ઉદઘાટન ફ્લાઇટ ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ ઓપરેટ થશે. આ પછી ૬ જાન્યુઆરી ૨૦૨૪ થી કોમર્શિયલ કામગીરી શરૂ થશે. અને ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ્સ ઓપરેટ થશે. ૧૦ જાન્યુઆરીથી દિલ્હી-અયોધ્યા વચ્ચે દૈનિક ફ્લાઇટ સેવા શરૂ થશે.

તમને જણાવી દઈએ કે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હાલમાં જ માહિતી આપી હતી કે આ મહિનાના અંત સુધીમાં અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઈ જશે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *