ડુંગળીના ભાવ પર મહાભારત

ડુંગળીનાં ભાવ આસમાને પહોંચવા છતાં હજુ ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી. ખેડૂતો દ્વારા સરકારને નિકાસબંધી હટાવી લેવા રજૂઆત કરી છે. ખેડૂતોએ અનેક જગ્યાએ વિરોધ કર્યો. સરકાર, ખેડૂત અને વેપારીના પોતાના તર્ક છે.

અત્યારે ચારેબાજુ ચર્ચા છે સરકારે ડુંગળીની નિકાસ ઉપર મુકેલા પ્રતિબંધની. ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ આવવાથી ખેડૂતો માટે વિપરિત સ્થિતિ ઉભી થઈ. જે ડુંગળીના ખેડૂતોને મણદીઠ ૮૦૦ રૂપિયા મળતા હતા તે જ ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ પછી ૨૦૦ થી 300 રૂપિયા પણ મુશ્કેલીથી મળે છે. ઉપરથી જ મનાઈ છે એટલે વેપારીઓ પણ હાલ ખરીદી કરવાનું ટાળે છે. ઉત્પાદન મબલખ થઈ ગયું છે સામે ખરીદનાર કોઈ નથી, અને ડુંગળી એવી જણસ છે કે જેને લાંબો સમય સંગ્રહ પણ ન કરી શકાય. જો કે સરકારનો તર્ક પણ જુદો છે.

સરકારે જકાત નિકાસ ૪૦ % કરી છતા ડુંગળીના ભાવ નિરંકુશ રહેતા હતા. છુટક બજારમાં ડુંગળીના ભાવ કાબૂમાં આવે અને સ્થાનિક સ્તરે ડુંગળી વધુ ને વધુ પ્રાપ્ય બને એવો હેતુ સરકાર ધરાવે છે. કારણ કે એક વર્ષની અંદર છુટક બજારમાં ડુંગળીની કિંમત બેગણી થઈ ચુકી છે. અહીં બંને પક્ષના પોતાના તર્ક છે, સરકાર ટેકાના ભાવે ખરીદીનો વાયદો, સ્થાનિક સ્તરે ઉપલબ્ધતા વધારવાની વાત કરે છે તો ખેડૂતો વર્તમાન ભાવમાં પોતાના ખર્ચને પણ નથી પહોંચી વળતા એવો મુદ્દો આગળ ધરે છે. રાજ્યમાં શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓએ પણ ડુંગળીની નિકાસના પ્રતિબંધ મુદ્દે કેન્દ્રને રજૂઆત કરી છે જેના પરિણામની રાહ જોવી પડશે.

  • શિપિંગ બિલ ભરેલું હોય
  • લોડિંગ માટે જથ્થો વેસલ પોર્ટ ઉપર પહોંચ્યો હોવો જોઈએ
  • જહાજનું બર્થિંગ થયું હોવાનું નિશ્ચિત થવું જોઈએ

સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો.  ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકાતા ખેડૂતો નારાજ થયા હતા.  સરકાર સમક્ષ નિકાસબંધી હટાવી લેવા રજૂઆત કરી છે.  તેમજ યાર્ડમાં પણ અપૂરતા ભાવ મળતા હરાજી બંધ કરાઈ હતી.

ખેડૂતો શું કહે છે સરકાર શું કહે છે?
ડુંગળીની નિકાસ અટકાવવાનો નિર્ણય ખોટો સ્થાનિક સ્તરે પ્રાપ્યતા વધારવા નિર્ણય
ખેડૂતોને નિકાસબંધીને કારણે ભાવ નથી મળતો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખરીદી થાય છે
ભાવ ન મળવાથી ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ ભાવ નિયંત્રણમાં રાખવા નિકાસ અટકાવી
સરકાર ખેડૂતોની ચિંતા નથી કરતી સરકાર ખેડૂતોની પડખે છે
નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવે ખેડૂતોના હિતમાં નિર્ણય કરીશું

ડુંગળીના નિકાસની મંજૂરીની હાલ શરત શું?
શિપિંગ બિલ ભરેલું હોય છે.  લોડિંગ માટે જથ્થો વેસલ પોર્ટ ઉપર પહોંચ્યો હોવો જોઈએ. જહાજનું બર્થિંગ થયું હોવાનું નિશ્ચિત થવું જોઈએ. ડુંગળીનો જથ્થો સોંપી દેવાયો હોવો જોઈએ. સિસ્ટમમાં રજીસ્ટ્રેશન થયું હોવું જોઈએ. આ વ્યવસ્થા ૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધી લાગુ રહેશે.

  • છેલ્લા એક મહિનામાં ડુંગળીની કિંમત ૫૮ % વધી
  • એક વર્ષમાં ડુંગળીની કિંમતમાં વધારો
  • એક કિલો ડુંગળીની કિંમત ૨૮ રૂપિયા જેટલી વધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *