ઈમ્પેક્ટ ફી ભરવાની છેલ્લી તારીખ ૧૭ મી ડિસેમ્બર એટલે કે આવતીકાલ સુધી જ હતી.
ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી મુદ્દે ખૂબ જ મહત્વનો નિર્ણય લેતા ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કરાયો છે. ગુજરાત સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત ત્રીજી વાર વધારો કરતા હવે વધુ છ મહિનાની મુદત લંબાવવાવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી ઈમ્પેક્ટ ફી મામલે અરજી કરવામાં મુશ્કેલી ઉભી થતી હોવાની લોકોની ફરિયાદ હતી અને લાંબા સમયથી ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત લંબાવવનો વિચાર થઈ રહ્યો હતો ત્યારે હવે રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી ની મુદ્દત વધારવા મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ 6 મહિના લંબાવાઇ છે. ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત ત્રીજી વખત મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ગેરકાયદે બાંધાકમને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. આ પહેલા બે વાર સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીની મુદ્દતમાં વધારમાં આવી હતી ત્યારે રાજ્ય સરકારની ધારણા કરતાં ફી ભરવામાં ઓછો પ્રતિસાદ જોવા મળતા શહેરી વિકાસ વિભાગે ઈમ્પેક્ટ ફી ભરવા વધુ છ મહિનાનો વધારો કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે ઈમ્પેક્ટ ફી ભરવાની છેલ્લી તારીખ 17મી ડિસેમ્બર એટલે કે આવતીકાલ સુધી જ હતી.