ઈરાને ભારત સહિત અન્ય 33 દેશોના પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત રદ કરી

ઈરાને પ્રવાસન અને પ્રવાસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારત સહિત 33 નવા દેશોના મુલાકાતીઓ માટે વિઝાની જરૂરિયાત રદ કરી છે. આવી સ્થિતિમાં હવે ભારતીય નાગરિકોને ઈરાન જવા માટે વિઝાની જરૂર નહીં પડે.

ઈરાનના સાંસ્કૃતિક વારસા, પર્યટન અને હસ્તકળા મંત્રી એઝાતોલ્લાહ ઝરઘામીએ શુક્રવારેજણાવ્યું હતું કે આ પગલું વિશ્વભરના દેશોમાંથી વધુ મુલાકાતીઓને આકર્ષિત કરવા અને ઈરાન જનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાના હેતુથી આ નિર્ણય લેવમાં આવ્યો છે.

ઈરાનના મંત્રી ઝરઘામીએ કહ્યું, “ઈસ્લામિક રિપબ્લિકે વિશ્વભરના લોકો માટે દરવાજા ખોલવા અને તેમના માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની તૈયારી દર્શાવી છે જેથી તેઓ સરળતાથી આપણા દેશની મુલાકાત લઈ શકે અને તેના ફાયદાઓનો લાભ લઈ શકે.” આ સાથે, એવા દેશો અથવા પ્રદેશોની સંખ્યા વધીને 45 થઈ ગઈ છે જ્યાં લોકોને ઈરાન જવા માટે વિઝાની જરૂર નહીં પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *